બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / pavagadh temple to be remain close during navratri in gujarat

નિર્ણય / કોરોનાનો ફફડાટ : ચૈત્રી નવરાત્રી-પૂનમ દરમિયાન બંધ રહેશે ગુજરાતનું આ પ્રસિદ્ધ મંદિર

Parth

Last Updated: 04:12 PM, 9 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં ફરીથી વર્ષ 2020ની જેમ મંદિરો બંધ થઈ રહ્યા છે.

  • પાવાગઢ મંદિર ચૈત્રી નવરાત્રીમાં બંધ
  • 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી બંધ 
  • કોરોનાને લઈને મંદિર ટ્રસ્ટનો નિર્ણય 

કોરોનાને લઇ પાવાગઢ મંદિર ટ્રસ્ટની જાહેરાત 

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. પહેલી લહેર કરતાં પણ વધારે કેસ અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના 20 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ સહિતના નિર્ણય લેવામાં આવ્યા છે. એવામાં હવે ચૈત્રી નવરાત્રી આવી રહી છે ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ પાવાગઢ મંદિરમાં નવરાત્રી પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Photo : gujarattourism.com

પાવાગઢ મંદિર બંધ કરવાનો નિર્ણય 

ચૈત્રી નવરાત્રીમાં માતાજીના મંદિરોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.  પાવાગઢમાં પણ લાખો શ્રદ્ધાળુઓ નવરાત્રીમાં માતાજી સામે શીશ નમાવવા આવે છે ત્યારે કોરોના વાયરસના વધતાં કેસના કારણે મંદિરને દર્શનાર્થીઓ માટે મંદિર 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢનું મહાકાળી માતાજી મંદિર નવરાત્રીમાં બંધ કરવા માટે ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે ભક્તો ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે. 

Photo : gujarattourism.com

અંબાજીમાં અખંડ ધૂન બંધ રખાશે 

13 એપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરમાં પણ અખંડ ધૂન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા અખંડ ધૂન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે નવરાત્રીમાં મંદિર સરકારની ગાઈડલાઇન અનુસાર ખુલ્લુ રહેશે અને શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. 

ગુજરાતમાં કોરોના વાયરસ કેસ અપડેટ (8 એપ્રિલ)

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ગઇકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. તો સાથે કોરોનાના કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 

ભારતમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ 

ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 1,31,968 કેસ આવતા હડકંપ મચી ગયો છે. પહેલીવાર આટલા બધા કેસ સામે આવ્યા છે જ્યારે 24 જ કલાકમાં 780 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,79,608 થઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ