બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Partial bans of Corona may be implemented in Gujarat health minister

નિવેદન / ગુજરાતમાં કોરોનાના આંશિક પ્રતિબંધો લાગુ થઈ શકે, આરોગ્ય મંત્રીએ આપ્યા સંકેત, જુઓ ઉજવણીને લઈ શું કહ્યું

Kishor

Last Updated: 05:37 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી.આ બેઠક બાદ કોરોના મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ નિવેદન આપી ગુજરાતમાં પણ ઉજવણીને લઈ કોરોનાના નિયમો લાગુ પડી શકે તેવું કહ્યું હતું.

  • કોરોનાને લઇ આરોગ્ય મંત્રીએ શું કહ્યું? 
  • આપણે ત્યાં દર્દીઓ ઘરે જ સાજા થયા : ઋષિકેશ પટેલ
  • ગુજરાતમાં હાલ 27 જેટલા કોરોનાના કેસ છે

માંડ શાંત પડેલા કોરોનાના BF 7 વેરિયન્ટએ ચીનમાં કહેર મચાવવાનું શરૂ કર્યું છે. જેને લઈને ગુજરાત માથે પણ કોરોનાની ઉપાધીના ભણકારા વાગી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતા સરકાર પણ સતર્ક મોડમાં આવી છે. ત્યારે કોરોનાની સ્થિતિને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ નિવેદન આપ્યું હતું.

બીજા દેશો કરતા આપણા દેશમાં સ્થિતિ સારી છે: ઋષિકેશ પટેલ

જેમાં તેમણે જણાવ્યું કે બીજા દેશોમાં કોરોનાના કારણે સ્થિતિ વધુ ખરાબ છે જયારે આપણે ત્યાં દર્દીઓ ઘરે જ સાજા થયા હતા. વધુમાં બીજા દેશો કરતા આપણા દેશમાં સ્થિતિ સારી હોવાનો પણ દાવો કર્યો છે.વધુમાં સાવચેતીને લઇ લોકોએ નિયમોનું પાલન કરવા પણ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલ 27 જેટલા કોરોનાના કેસ છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ કામ કરીશું જેના ભાગરૂપે ગુજરાતમાં ઉજવણીમાં પણ કોરોનાના નિયમો લાગુ પડશે તેમ અંતમાં ઉમેર્યું હતું. પાંચ દેશોમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને જોઈને ભારત સરકારે અત્યારથી કોરોનાના ડામવા મોટાપાયે તૈયારીઓ શરુ કરી દીધી છે. હેલ્થ મિનિસ્ટ્રીની એડવાઈઝરી બાદ હવે ઈન્ડીયન મેડિકલ એસોસિેએશને પણ મોટી ગાઈડલાઈન્સ બહાર પાડીને લોકોને શું કરવું અને શું ન કરવું તે સંબંધિત સલાહ આપી છે. 

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પ્રોટોકોલનું પાલન કરવા અપીલ

વધુમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ નાગરિકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. આઈએમએના પ્રમુખ એસ.એન.પી.સિંહે કહ્યું કે ચીન, અમેરિકા જેવા દેશોમાં જે સ્થિતિ છે તે જોતા કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે હવે આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપરાંત તેમણે બિનજરૂરી પ્રવાસો ટાળવાની પણ અપીલ કરી છે. ડો.સિંહે કહ્યું કે આ એક એવો પ્રસંગ છે જ્યારે વિદેશ યાત્રાઓ ફક્ત મુસાફરી માટે ન કરવી જોઈએ.તેમણે કહ્યું કે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું, બિન-આવશ્યક મુસાફરી ન કરવી અને સમારંભો મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે. 

ભારતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા 

ચીનમાં કોરોના ફેલાવાને કારણે ભારતમાં ભયની સ્થિતિ છે અને ચોથી લહેર આવવાની સંભાવના છે. સરકારે પણ કોંગ્રેસ પાર્ટીને તેની ભારત જોડો યાત્રા બંધ કરવાની સૂચના આપી છે. એટલું જ નહીં ભાજપે પોતે રાજસ્થાનમાં પોતાની જનક્રોશ યાત્રા સ્થગિત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ સરકાર આપી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ