બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Parents are banned from wearing short dresses or night dresses in schools in Rajkot

અપીલ / રાજકોટની સ્કૂલોમાં વાલીઓને ટૂંકા વસ્ત્રો કે નાઇટ ડ્રેસ પહેરીને જવા પર પ્રતિબંધ!, શાળા સંચાલક મંડળે કહ્યું 'તેનાથી વાતાવરણ...'

Malay

Last Updated: 10:49 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને શાળા સંચાલક મંડળ દ્વારા કરાઈ અપીલ, જ્યારે પણ બાળકોને શાળાએ લેવા-મુકવા જાવ અથવા તો શાળાની મીટિંગમાં જાવ ત્યારે વસ્ત્રોનું ખાસ ધ્યાન રાખો.

  • શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ
  • શાળામાં ટૂંકા વસ્ત્રો અને નાઇટ ડ્રેસ પહેરી ન આવોઃ ડી.વી.મહેતા
  • પાન-મસાલા ખાઇને પણ પ્રવેશ ન કરવા અપીલ 

Rajkot News: અત્યાર સુધી તમે વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવા માટે શાળા દ્વારા નિયમો બનાવવામાં આવ્યા હોય તેવું સાંભળ્યું અને જોયું હશે, પરંતુ શું તમે ક્યારે વાલીઓને શિસ્તમાં રાખવા માટે નિયમ બનાવવામાં આવ્યા હોય તેનું સાંભળ્યું અથવા જોયું છે. જી હાં રાજકોટની શાળાઓમાં આવો નિયમ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા પોતાના બાળકોને શાળાએ લેવા-મુકવા જતાં અને શાળાની મીટિંગમાં જતાં વાલીઓએ પોતાના કપડાનું ખાસ ધ્યાન રાખવું પડશે. એટલે કે શાળાઓમાં વાલીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને કે પછી નાઇટ ડ્રેસ પહેરીને જઈ શકશે નહીં.

બાળકો જ નહીં વાલીઓએ 'યોગ્ય કપડાં' પહેરીને આવવું પડશે: અમદાવાદની શાળાઓનું  ફરમાન | A school in Ahmedabad ordered parents to wear appropriate clothes

શાળા સંચાલક મંડળ દ્વારા કરાઈ અપીલ
રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ મૂકવા માટે જાય અથવા વાલી મીટિંગ માટે જાય ત્યારે ટૂંકા વસ્ત્રો કે પછી નાઇટ ડ્રેસ પહેરીને શાળાએ ન જાય.  શાળા સંચાલક મંડળે કહ્યું છે કે પબ્લિક પ્લેસમાં ઔચિત્ય જળવાય તે જરૂરી છે એવી જ રીતે શાળા પરિસરમાં પણ શિસ્ત કેળવાય તે પણ દરેક વાલીએ જોવું જોઈએ. 

ડી.વી.મહેતા (પ્રમુખ, સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળ)

શાળા સંકૂલનું વાતાવરણ જળવાઇ રહેવુ જોઇએ: ડી.વી.મહેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ કહ્યું કે, અમારા ધ્યાનમાં આવેલું છે કે અમુક વાલીઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ લેવા-મુકવા આવે ખાસ કરીને વહેલી સવારે અથવા તો શાળાની કોઈ મીટિંગમાં આવે ત્યારે પોતા ગરીમા પૂર્ણ ડ્રેસ કોડમાં હોતા નથી. અમુક વાલીઓ બરમુડા પહેરીને આવે છે, શોર્ટ્સ પહેરીને આવે છે, નાઇટ ડ્રેસ પહેરીને આવે છે. ત્યારે આવા વાલીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ શાળાના સંકુલની ગરીમા જળવાય તે પ્રકારના વસ્ત્રો પહેરીને આવે. 

પાન-મસાલા ખાઇને પણ પ્રવેશ ન કરવાની અપીલ 
તેઓએ કહ્યું કે, કપડા સિવાય વાલીઓ પાન-માવા ખાઇને પણ તેમના બાળકોને શાળાઓમાં મુકવા અથવા તો શાળાની મીટિંગમાં ન આવે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આવા વાલીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, ડ્રેસ કોડનું ધ્યાન ન રાખતા વાલીઓને ટૂંક સમયમાં જ માર્ગદર્શિકા પણ આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ