બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / Pakistan does U-turn on resuming trade ties with India

બહિષ્કાર / વટના ગાજર : મોંઘવારી વેઠવા તૈયાર પણ હવે ભારત સાથે આ કામ કરવાનો પાકિસ્તાનનો ઈન્કાર, થઈ ફજેતી

Hiralal

Last Updated: 07:39 PM, 1 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાંથી ખાંડ અને કપાસની આયાતની મંજૂરી આપ્યાના એક દિવસ બાદ પાકિસ્તાને પલટી મારી છે. હવે પાકિસ્તાને ભારતમાંથી ખાંડ અને કપાસ નહી મંગાવે.

  • પાકિસ્તાન હવે ભારતમાંથી ખાંડ અને કપાસ નહીં મંગાવે
  • પીએમ ઈમરાનખાને ખાંડ અને કપાસની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો
  • હજુ એક દિવસ પહેલા પાક.સરકારી કમિટીએ ખાંડ અને કપાસની આયાતની આપી હતી મંજૂરી 

પીએમ ઈમરાનખાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ભારતમાંથી ખાંડ અને કપાસની આયાતની મંજૂરીની સરકારની કમિટીના નિર્ણયને ફગાવી દેવાયો છે. ભારત વિરોધી વલણ અપનાવવા માટે કુખ્યાત પાક.ના માનવાધિકાર મંત્રી શિરીન મઝરીના એવા ટ્વિટ કે સરકારી પેનલના તમામ નિર્ણયો કેબિનેટને અધીન હોય છે જે પછી ઈમરાન સરકારે ખાંડ અને કપાસની આયાતના નિર્ણય પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ફક્ત રેકોર્ડ માટે વાત કરુ તો- સરકારી કમિટીના તમામ નિર્ણયો માટે કેબિનેટની મંજૂરીની જરુર હોય છે અને તે પછી જ તેને સરકાર દ્વારા મંજૂરી મળી છે તેવું માની શકાય. તેથી આજની કેબિનેટની બેઠકમાં ભારત સાથેના વેપાર સહિત ઈસીસીના નિર્ણયો વિશે ચર્ચા ચાલી અને ત્યાર બાદ સરકારે આ નિર્ણય લીધો છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારને લઈને ઈમરાન ખાન સરકારની કેબિનેટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થિક મામલા સાથે જોડાયેલી કેબિનેટ દ્વારા ભારત સાથે વેપારને મંજૂરી આપવામાં આવી છે. હવે જૂન મહિનાથી પાકિસ્તાન ભારતથી કપાસની આયાત કરશે. આ સિવાય માનવામાં આવી રહ્યું છે કે ખાંડને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે. 
કમિટીની રિપોર્ટને મંજૂરી 

નોંધનીય છે કે મોંઘવારીએ પાકિસ્તાનની કમર તોડી નાંખી છે ત્યારે પાકિસ્તાનમાં એક કમિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સાથે કપાસ અને ચીન સાથે વેપાર શરૂ કરવો જોઈએ. હવે આ કમિટીની રિપોર્ટને પાકિસ્તાની સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે 19 મહિના બાદ ફરી ભારત સાથે પાકિસ્તાનનો આધિકારિક વેપાર શરૂ કરી દેવામાં આવ્યો છે. 

પાકને થઈ રહ્યું છે નુકસાન 

વર્ષ 2019માં ધારા 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને ભારત સાથે વેપાર બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો. બીજી તરફ ભારતે પણ પુલવામાં હુમલા બાદથી પાકિસ્તાનથી આવતી દરેક ચીજો પર 200 ટકા ડ્યૂટી લગાવી દીધી. બંને દેશ વચ્ચે મહિનાઓ સુધી વેપાર બંધ છે પરંતુ હવે પાકિસ્તાનને પોતાનો જ નિર્ણય ભારે પડી રહ્યો છે. ખાંડ અને કપાસ મામલે પાકિસ્તાનને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ફરીથી ભારત સાથે પાકિસ્તાન વેપાર શરૂ કરશે. 

શું ફરી સુધરી રહ્યા છે સંબંધો?

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી તણાવ ઓછો થઈ રહ્યો હોય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. આ પહેલા પાકિસ્તાની સેના પ્રમુખ બાજવા દ્વારા ભારત સાથે સારા સંબંધોનો પક્ષ લેવામાં આવ્યો અને હાલમાં જ પીએમ મોદીએ ઈમરાન ખાન જ્યારે કોરોના સંક્રમિત થયા ત્યારે તેમને સ્વાસ્થ્ય લાભ માટે તે માટે કામના કરી હતી. પાકિસ્તાની નેશનલ ડે પર પીએમ મોદીએ શુભકામનાઓ પણ પાઠવી હતી અને પત્ર લખ્યો હતો. પીએમ મોદીના પત્રનો જવાબ ઈમરાન ખાને પણ પત્ર લખીને જ કર્યો. તેમણે પીએમ મોદીનો આભાર માન્યો તથા એમ પણ કહ્યું પાકિસ્તાન ભારત સાથે શાંતિની ઈચ્છા રાખે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ