બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / One died when a wall fell during Matki Fod program

દુ:ખદ / અમદાવાદના પરિવારમાં જન્માષ્ટમીનો ઉત્સાહ ફેરવાયો માતમમાં, મટકી ફોડમાં દિવાલ-ચબૂતરો પડતા 15 વર્ષીય કિશોરનું મોત

Khyati

Last Updated: 11:37 AM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મટકીફોડ કાર્યક્રમ દરમિયાન બની દુઃખદ ઘટના, માતાએ વ્હાલસોયાને ગુમાવવાનો આવ્યો વારો

  • અમદાવાદમાં મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના બની
  • દરિયાપુરમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન એક યુવકનું મોત
  • હનુમાન પોળમાં અકસ્માતમાં 15 વર્ષીય કિશોરનું મોત

કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વાગે મંદિરોમાં તેમજ સોસાયટીઓમાં પણ માટલીફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.  નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલકી..ના નાદ સાથે રાત્રે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. સોસાયટીઓમાં પણ બાળકોએ કૃષ્ણજન્મોત્સવની હરખની ઉજવણી કરી પરંતુ અમદાવાદમાં મટકી ફોડ કાર્યક્રમમાં એક દુર્ઘટનાએ મા પાસેથી એક દિકરી છીનવી લીધો..

મટકીફોડ દરમિયાન પડી દિવાલ-ચબૂતરો, કિશોરનું મોત

જી, હા અમદાવાદના દરિયાપુરમાં મટફી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  હનુમાન પોળમાં આ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ તે દરમિયાન દિવાલ અને ચબૂતરો ધરાશાયી થતા એક કિશોરનું મોત નીપજ્યું. મટકીફોડ કાર્યક્રમ દરમિયાન 15 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું. ઘટનાને લઇને આનંદનો અવસર શોકમાં ફેરવાઇ ગયો. કૃષ્ણજન્મોત્સવનો જે ઉત્સાહ હતો તે પળવારમાં જ ગમગીન બની ગયો.  

યુવકને માથાના ભાગે ગંભીર ઈજા 

વડોદરા ખાતે પણ મટકી ફોડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. વડોદરા કોર્પોરેશન દ્વારા આયોજિત મટકી ફોડ સ્પર્ધા યોજાઇ હતી. મટકી ફોડવા પિરામિડ બનાવવામાં આવ્યો હતો. ત્રણ સતરના પિરામિડમાં મટકી ફોડવા ચડતી વેળાએ યુવાનનો પગ સ્લીપ થતાં બેલેન્સ ગુમાવ્યું હતું અને એકા એક યુવાન જામીન પર પટકાયો હતો. આ દરમિયાન યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે ને લીધે આયોજન સ્થળે નાશભાગ મચી ગઇ હતી અને લોકોના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ