બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now payment can be made even without internet, UPI released this new feature

તમારા કામનું / હવે ઈન્ટરનેટ વીના પણ કરી શકાશે પેમેન્ટ, UPI એ બહાર પાડ્યું આ નવું ફીચર

Megha

Last Updated: 06:04 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPIમાં એક નવું ફીચર આવ્યું છે જેમાં તમે UPI પેમેન્ટ સહેલાઈથી અને ઈન્ટરનેટ વીના પણ કરી શકશો.

  • UPIમાં એક નવું ફીચર આવ્યું
  • UPI પેમેન્ટ કરવા માટે ઈન્ટરનેટની જરૂર નહીં પડે 
  • UPI પિન દાખલ કરવાની પણ જરૂર નહીં પડે 

UPI આવ્યા પછી હવે લોકો રોકડા પૈસા નથી રાખતા પણ આવું ઘણી વખત બન્યું હશે કે તમે રોકડ લીધા વિના બજારમાં ગયા હોય અને એ પછી ખબર પડે કે તમારા મોબાઈલમાં ઈન્ટરનેટ કામ નથી કરી રહ્યું અથવા તો એવું બને છે કે તમારા મોબાઈલનું ઈન્ટરનેટ પેક ખતમ થઈ જાય. ત્યારે હોટસ્પોટ માંગીને તમે પેમેન્ટ કર્યું હશે. પણ હવે આ સમસ્યાનો પણ ઉકેલ મળી ગયો છે. હવે UPIમાં એક નવું ફીચર આવ્યું છે જેમાં તમે UPI પેમેન્ટ સહેલાઈથી અને સરળતાથી કરી શકશો. ક્યાંય અટકાયા વીના પેમેન્ટ કરવા માટે આ એપને તમારા મોબાઈલમાં જલ્દીથી જલ્દી ઈન્સ્ટોલ કરી લેવી જોઈએ.

    

UPI લાઇટનો કરો ઉપયોગ 
આ એપ એક વોલેટની જેમ કામ કરે છે. જણાવી દઈએ કે તેનો ઉપયોગ કરવા માટે તમારે આ વોલેટમાં તમારા બેંક ખાતામાંથી પૈસા રાખવા પડે છે.  આ એક ઓન-ડિવાઈસ વોલેટ છે એટલા માટે તમારે રિયલ ટાઈમ પેમેન્ટ કરવા માટે ઈન્ટરનેટની જરૂર નથી પડતી. આ સિવાય તમારે એ પેમેન્ટ માટે UPI પિન દાખલ કરવાની પણ જરૂર નથી પડતી. તમે ઑફલાઇન મોડમાં ટ્રાન્જેકશન કરી શકો છો.    

કેટલું પેમેન્ટ કરવું પડશે ટ્રાન્સફર 
જણાવી દઈએ કે આ એપનો ઉપયોગ ઈમરજન્સીમાં કરી શકો છો. જો તમે માર્કેટમાં ખરીદી કરવા જાઓ છો અને પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો તમે તેમાંથી 200 રૂપિયા સુધીની ચુકવણી કરી શકો છે. જો કે આ વોલેટમાં 2,000 રૂપિયા સુધીનું બેલેન્સ રાખી શકો છો અને તમે તેનો અનલિમિટેડ ઉપયોગ કરી શકો છો. ઘણી બેંકોએ UPI લાઇટને ઈનેબલ કરી છે. 

કેવી રીતે કરવો યુઝ 
વૉલેટમાં પૈસા ઉમેરવા માટે ઇન્ટરનેટની જરૂર પડશે અને બેલેન્સ ઉમેર્યા પછી આ પૈસાની તમે ઑફલાઇન ચુકવણી કરી શકો છો. આ સાથે જ તમે આમાં UPI ઓટો પે નો પણ ઉપયોગ કરી શકો છો. તેની મદદથી તેમાં ઓટોમેટિક બેલેન્સ ઉમેરાતું રહેશે. યુઝર્સ UPI લાઇટ દ્વારા ઝડપી સરળ અને ઈન્ટરનેટ વીના ચુકવણી કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ