બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Novak Djokovic became first tennis player who won9 grand slam in the world

ટેનિસ / નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાન હેટ્રીક લગાવી, 9 ગ્રાન્ડ સ્લેમ જીતનાર એકમાત્ર ખેલાડી

Nikul

Last Updated: 07:51 PM, 21 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ડેનિયલ મેડવેડેવને હરાવી દીધો છે. આ જોકોવિચનો 18મો ગ્રાન્ડસ્લેમ ખિતાબ છે તે સાથે 9મો ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ પણ છે.

  • સતત 3 વખત અને 9મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ મેળવ્યો 
  • ફાઇનલમાં ડિનિયલ મેડવેડેવને હરાવ્યો
  • નોવના બન્યો ઓસ્ટ્રેલિયન ઓપનનો સૌથી વધારે વખત ખિતાબ હાંસલ કરનાર એકમાત્ર ખેલાડી

સતત 3 વખત ખિતાબ હાંસલ કર્યો 

ફાઇનલમાં નોવાકે 7-5, 6-2, 6-2થી મેડવેડેવને સીધા સેટમાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. પૂરી મેચ દરમિયાન જોકોવિચ તેનાં વિરોધી ડિનિયલ મેડવેડેવથી ઘણો આગળ જોવા મળ્યો હતો. જોકોવિચે 2019 અને 2020માં પણ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. જેથી સતત 3 વખત નોવાકે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતવાની સફળતા મેળવી છે.

પહેલીવાર ડિનિયલ મેડવેડેવ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો

જોકોવિચે તેની રમતથી વિશ્વને બતાવી દીધું છે કે તે વિશ્વનો નંબર વન ટેનિસ પ્લેયર છે. ઉલ્લેખનીય છે કે રશિયાનો ટેનિસ પ્લેયલ ડેનિલ મેડવેડેવ પહેલી વાર ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો. અગાઉ મેડવેડેવ 2019માં યુએસ ઓપનની ફાઇનલમાં પહોચ્યો હતો પણ ત્યારે પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતવાની સિદ્ધી

ઉલ્લેખનીય છે કે, નોવાક જોકોવિચ અગાઉ વર્ષ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019 અને 2020માં પણ આ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂક્યો છે. જોકોવિચ ટેનિસ ઈતિહાસમાં સૌથી વધારે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતનાર ખેલાડી છે. રોજર ફેડરર અને રોય ઇમરસને 6-6 વખત અને આંદ્રે અગાસી, જેક ક્રોફોર્ડ અને કેન રોજવેલે 4-4 વખત આ ખિતાબ જીતવાનો કમાલ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ