બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nita Ambani asked the question in Gujarati and Diljit's answer won everyone's hearts

અનંત-રાધિકા પ્રિ-વેડિંગ / VIDEO: નીતા અંબાણીએ ગુજરાતીમાં પૂછ્યો સવાલ તો દિલજીતના જવાબે જીત્યાં સૌ કોઈના દિલ, જુઓ વીડિયો

Priyakant

Last Updated: 03:41 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant-Radhika Pre-Wedding Latest News: નીતા અંબાણી પાસેથી દિલજીત દોસાંઝ ગુજરાતી શીખતો એક વીડિયો વાયરલ, દિલજીત દોસાંઝને 'કેમ છો' પૂછ્યું, ત્યારે દિલજીતે જવાબ આપ્યો 'મજા માં'

Anant-Radhika Pre-Wedding : ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપનાર સેલેબ્સે તેમના અદ્ભુત ડાન્સ અને ગીતોથી ધૂમ મચાવી હતી. પરમ દિવસે 1 માર્ચના રોજ રીહાન્નાના પ્રદર્શનથી લઈને 2 માર્ચના રોજ સ્ટેજ પર ત્રણ ખાન શાહરૂખ, સલમાન અને આમિર ડાન્સ કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટીઓમાંની એક છે જેમાં ઘણા સ્ટાર્સ પાર્ટીઓમાં ધમાલ કરતા જોવા મળે છે. હવે નીતા અંબાણી પાસેથી દિલજીત દોસાંઝ ગુજરાતી શીખતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, દિલજીત દોસાંઝે 2 માર્ચે જામનગરમાં પરફોર્મ કર્યું હતું.

નીતા અંબાણીએ દિલજીત દોસાંઝને પૂછ્યો સવાલ
એક વિડીયોમાં દિલજીત દોસાંઝ નીતા અંબાણી પાસેથી ગુજરાતી ભાષાના પાઠ લેતા જોઈ શકાય છે. જ્યારે નીતા અંબાણીએ ગાયક દિલજીત દોસાંઝને 'કેમ છો' પૂછ્યું, ત્યારે દિલજીતે જવાબ આપ્યો 'મજા માં'. આ પછી પાછળથી  તેમણે બીજો પ્રશ્ન પૂછ્યો અને પંજાબી ગાયક દિલજીત દોસાંઝ સમજી શકતો નથી અને પૂછે છે કે તેનો અર્થ શું છે… મને સમજાયું નહીં. વાયરલ વીડિયોમાં તે નીતા અંબાણીને ફરી પ્રશ્ન પૂછવા કહે છે.

દિલજીત દોસાંઝે આપ્યો જવાબ
જ્યારે નીતા અંબાણી ગુજરાતીમાં પૂછે છે કે તેઓ ક્યાં રહે છે, તો દિલજીત દોસાંઝ હિન્દીમાં કહે છે, 'હું લોકોના દિલમાં રહું છું'. આ જવાબ સાંભળીને ભીડ તાળીઓ પાડવા લાગે છે. દિલજીત દોસાંઝે પોતાના ગીતોથી સ્ટેજ પર ધૂમ મચાવી હતી. તેણે પોતાના હિટ ગીતો ગાયા અને સ્ટેજ પર ભાંગડા પણ રજૂ કર્યા. દિલજીત દોસાંઝે પણ કરીના કપૂર, સૈફ અલી અને કરિશ્મા કપૂર સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો.

વધુ વાંચો: અંબાણી પ્રિવેડિંગનો આજે છેલ્લો દિવસ : બચ્ચન અને રજનીકાંત બન્યા જામનગરના મહેમાન

દિલજીત દોસાંઝ કરીના કપૂર સાથે ડાન્સ કરતો જોવા મળ્યો 
આ સાથે નીતા અંબાણી જ નહીં પરંતુ શાહરૂખ ખાન, સુહાના ખાન, અનન્યા પાંડે, નવ્યા નવેલી નંદા અને શનાયા કપૂર પણ દિલજીત દોસાંજના પરફોર્મન્સ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ સિવાય દિલજીતે સ્ટેજ પર કરીના માટે 'પટોલા' ગીત ગાયું હતું. પહેલા તે શરમાઇ હતી પરંતુ બાદમાં અભિનેત્રીએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેની સાથે સૈફ અલી પણ જોવા મળ્યો હતો. દિલજીત દોસાંઝે પણ કરિશ્મા કપૂર સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ