બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / last day of Anant Radhika pre wedding Bachchan and Rajinikanth will be the guests of Jamnagar

Anant Radhika Wedding / અંબાણી પ્રિવેડિંગનો આજે છેલ્લો દિવસ : બચ્ચન અને રજનીકાંત બન્યા જામનગરના મહેમાન

Megha

Last Updated: 02:45 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો આજે છેલ્લો દિવસ છે. અમિતાભ બચ્ચન, સંજય દત્ત, રજનીકાંત જેવા સુપરસ્ટાર્સ આજે જામનગરના મહેમાન બનશે.

આ દિવસોમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીની ઉજવણી કરી રહી છે. 1 માર્ચથી શરૂ થયેલા આ સેલિબ્રેશનનો આજે (3 માર્ચ) છેલ્લો દિવસ છે. જેના માટે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ તેમની પુત્રી સાથે રવાના થયા છે. 

પ્રી-વેડિંગના પહેલા દિવસે હોલિવૂડ સિંગર રિહાનાના લાઈફ પર્ફોર્મન્સે રાતને યાદગાર બનાવી હતી અને બીજા દિવસે બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનની ત્રિપુટીએ સ્ટેજ સંભાળ્યો હતો. જો કે, બે દિવસ કાર્યક્રમ ચૂક્યા બાદ હવે અમિતાભ બચ્ચન તેમની પુત્રી શ્વેતા નંદા સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવાના છે. એરપોર્ટ પરથી તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

જો કે, અમિતાભ બચ્ચન સિવાય, બોલિવૂડના બીજા ઘણા સેલેબ્સ છે જેઓ આજે જામનગર પહોંચે તેવી શક્યતા છે. સાથે જ પ્રિયંકા ચોપરા સહિત ઘણા એવા સ્ટાર્સ હતા જેમણે લગ્ન પહેલાથી અંતર રાખ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં અનંત-રાધિકાના લગ્નમાં આ સ્ટાર્સ હાજર રહી શકે છે. 

એ વાત તો જાણીતી જ છે કે અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવાર વચ્ચે ગાઢ સંબંધ છે. મુકેશ અંબાણીની મોટાભાગની ઈવેન્ટ્સમાં અમિતાભ બચ્ચન હાજરી આપએ છે. આ પહેલા અમિતાભ બચ્ચન પણ તેમના પરિવાર સાથે ઈશાના લગ્નમાં આવ્યા હતા, તે સમયે તેમણે મહેમાનોને ભોજન પણ પીરસ્યું હતું.  

વધુ વાંચો : ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને ટ્રમ્પના દેશી લુકે લૂંટી લાઈમલાઇટ, બોલિવૂડ સેલેબ્સે પણ ખેંચ્યું ધ્યાન: જુઓ ગરબા નાઈટની તસવીરો

જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગનો આજે છેલ્લો દિવસ છે એવામાં રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચન, સંજય દત્ત, રજનીકાંત જેવા સુપરસ્ટાર્સ આજે જામનગરના મહેમાન બન્યા છે. સાથે જ કેટલાક સ્ટાર્સ પાછા મુંબઈ જવા પણ રવાના થઈ ગયા છે. આજે રિતેશ દેશમુખ, દિલજીત દોસાંજ સહિત સ્મૃતિ ઈરાની, બિઝનેસમેન આઈક ડેવિડ, સંજય ગોએન્કા જામનગરથી રવાના થઈ ગયા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ