બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nila Spaces Limited will give you a virtual experience of your dream home

ટેક્નોલોજી / સપનાનું ઘર કેવું હશે તેનો વર્ચ્યુઅલ અનુભવ : નીલા સ્પેસીસ લિમિટેડે અપનાવ્યો નવો અભિગમ, ગિફ્ટ સિટીમાં બનશે અત્યાધુનિક કોમ્પલેક્સ

Dhruv

Last Updated: 08:28 AM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આગવું સ્થાન ધરાવનાર નીલા સ્પેસીસ લિમિટેડ હવે તમને કરાવશે તમારા સપનાનું ઘર કેવું હશે તેનો વર્ચ્યુઅલ અનુભવ.

  • હવે સપનાનું ઘર કેવું હશે તેનો થશે વર્ચ્યુઅલ અનુભવ
  • નીલા સ્પેસીસ લિમિટેડે અપનાવ્યો વર્ચ્યુઅલ અભિગમ
  • ગિફ્ટ સિટીમાં નિર્માણ થશે અત્યાધુનિક કોમ્પ્લેક્ષ 

જો તમને તમારા સપનાનું નવું ઘર કેવું હશે તે વર્ચ્યુઅલ રીતે અનુભવ કરવા મળે તો ખરેખર વિચાર કરો કે કેવું અદભુત લાગે. આ કોઇ કાલ્પનિકતા નથી પણ રિયાલિટી છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં ગુજરાતમાં જેમનું આગવું સ્થાન છે એવી નીલા (nila spaces limited) સ્પેસીસ લિમિટેડ દ્વારા આ અનુભવ તમને કરાવવામાં આવશે. જેમાં મકાન, ફ્લેટ કે પછી કોમર્શિયલ સ્પેસ ખરીદનારને લેઆઉટ દર્શાવવાને બદલે વર્ચ્યુઅલ રીયાલિટી ટેક્નોલોજીના ઉપયોગથી તેમની સ્પેસનો 3D અનુભવ કરાવવામાં આવશે.

કો ફાઉન્ડર અભિજિત નાયક

ઇમર્સિવ રિયાલિટી એક્સપિરિયન્સની કરાઇ રચના

આ સાથે 360 ડિગ્રીનો વ્યુ પણ રજૂ કરાશે. એ માટે સમગ્ર ઇમર્સિવ રીયાલિટી એક્સપિરિયન્સની રચના 'વર્ચ્યુઅલ સ્પેસીસ' દ્વારા કરવામાં આવી હતી. આ તકે નીલા સ્પેસીસ (nila spaces) ના ડાયરેક્ટર દીપ વડોદરિયા અને વર્ચ્યુઅલ સ્પેસીસના કો ફાઉન્ડર અભિજિત નાયક ઉપસ્થિત રહ્યાં હતા.

એપાર્ટમેન્ટમાં સ્ટુડિયો લિવિંગનો વિશિષ્ટ અનુભવ માણી શકાશે

નીલા સ્પેસીસ દ્વારા ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે નિર્માણ પામનાર અત્યાધુનિક કોમ્પ્લેક્ષ સુવિધાથી સજ્જ હશે. આ કોમ્પલેક્સમાં 33 માળ ધરાવતા 117 મીટરના બે ટાવર હશે, જેમાં પ્રત્યેક માળ પર એક, બે અને ત્રણ બેડરૂમનું કોન્ફગ્રેશન ધરાવતા એપાર્ટમેન્ટમાં સ્ટુડિયો લિવિંગનો વિશિષ્ટ અનુભવ માણી શકાશે.

આર્કિટેક્ચરમાં અત્યંત આધુનિક અભિગમ સાથે નીલા સ્પેસીસ લિમિટેડે આ પ્રોજેક્ટની ડિઝાઇન અને આર્કિટેક્ચર સંબંધિત આયોજન માટે આર્કિટેક્ટસ તરીકે બ્લોચર પાર્ટનર્સ ઇન્ડિયા સાથે સાકાર સાધ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ