બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / News of bomb on Poland Greece flight Air Force makes emergency landing in Athens

ખળભળાટ / પોલેન્ડ-ગ્રીસ ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર, એરફોર્સે એથેન્સમાં કરાવ્યું ઈમરજન્સી લેન્ડિંગ, 190 લોકો હતા સવાર

Kishor

Last Updated: 12:18 AM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલેન્ડથી ગ્રીસ જતી ફ્લાઈટમાં બોમ્બની હોવાની ખબર મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

  • પોલેન્ડથી ગ્રીસ જતી ફ્લાઈટમાં બોમ્બની માહિતી
  • પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ
  • સંબંધિત વિભાગ દ્વારા તપાસ

પોલેન્ડથી ગ્રીસ જતી ફ્લાઈટમાં બોમ્બની હોવાની ખબર મળતા ખળભળાટ મચી ગયો હતો. આ માહિતી મળતાની સાથે જ ગ્રીક એરફોર્સે હરકતમાં  આવ્યું હતું અને તાત્કાલીક ફાઈટર જેટ મારફતે આકાશમાં વિમાનને સુરક્ષાથી ઘેરી લીધું હતું. ત્યારબાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી દ્વારા મળતી માહિતી અનુસાર વિમાનમાં 190 મુસાફરો સવાર છે.રક્ષા મંત્રાલયના સૂત્રએ જણાવ્યું હતું કે બોમ્બની ચેતવણીની જાણ થયા બાદ 190 થી વધુ લોકો સાથે પ્લેન એથેન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું છે અને તેનું ઈન્સપેક્શન થઈ રહ્યું છે.

વધુમાં ન્યૂઝ એજન્સી દ્વારા મળતી માહિતી અનુસાર  રાયનીયરનું આ વિમાન ગ્રીસથી પોલેન્ડ જઇ રહ્યું હતું. ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ પ્લેનમાં બૉમ્બ હોવાની માહિતી મળતા અફરાતફરી મચી જવા પામી હતી. હાલ આ મામલે સબંધિત વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે.મોસ્કોથી ગોવાની ફલાઈટમાં બૉમ્બની ખબરને પગલે પ્લેનને જામનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરાયું હતું. ગોવા ATCને બોમ્બ અંગેનો  ઇ-મેલ મળ્યો હતો. જે ઇ-મેલ મળ્યા બાદ ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું  હતું. જેમ્સ ફ્લાઈટમાં 236 વિદેશી પેસેન્જરો સવાર હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ