બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / New Year Resolution 2024: follow these 8 tips to keep your heart healthy

હેલ્થ / નવા વર્ષમાં હૃદયને હેલ્ધી રાખવા લો નવો સંકલ્પ, ફૉલો કરો આ 8 ટિપ્સ અને રહો ટેન્શન ફ્રી

Pooja Khunti

Last Updated: 11:18 AM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Year Resolution 2024: જે લોકોને ભવિષ્યમાં હ્રદય રોગ થવાનો ડર હોય, તે લોકોએ આ ટિપ્સ ફોલો કરવી જોઈએ. જેને તમે તમારાં ન્યૂ યર રિઝોલ્યુશન તરીકે સામેલ કરી શકો છો.

  • હ્રદય રોગનું પ્રમુખ કારણ ધુમ્રપાન છે
  • નિયમિત રીતે હ્રદયનું ચેકઅપ કરાવો
  • હ્રદયનાં સ્વાસ્થ્ય માટે યોગ્ય ઊંઘ ખૂબજ જરૂરી

નિયમિત રીતે કસરત કરો 
માત્ર હ્રદયનાં સ્વાસ્થ્ય માટે જ નહીં પણ સંપૂર્ણ શરીરનાં સ્વાસ્થ્ય માટે નિયમિત રીતે કસરત કરવી જરૂરી છે. તેના માટે માત્ર જીમ જ નથી પણ સાઇકલ ચલાવવી, તરવા જવું જેવી અન્ય પ્રવૃતિઓ કરવી જોઈએ. 

ધુમ્રપાન છોળો 
જો તમે ઇચ્છતા હોય કે આવતાં નવા વર્ષમાં તમારું હ્રદય સ્વસ્થ રહે તો, તે માટે ધુમ્રપાન આજથી જ છોડી દો. હ્રદય રોગનું પ્રમુખ કારણ ધુમ્રપાન છે. હ્રદયનાં સ્વાસ્થ્યને સારું રાખવાં ધુમ્રપાનથી દૂર રહો.  

દારૂનું સેવન ટાળો 
દારૂનાં સેવનથી હ્રદય પર ખરાબ અસર થાય છે. જો તમે દારૂનું સેવન કરતા હોય તો, તેની માત્રા ઓછી કરો અથવા દારૂનું સેવન બિલકુલ ન કરો. 

સ્વસ્થ આહાર 
'તમે જે ખાવ છો, તે તમે છો' આ કહેવત બિલકુલ સાચી છે. તેનો અર્થ એમ થાય છે કે, તમે જેવો આહાર લો છો તેવું તમારું શરીર બને છે. તેમાં પણ ખાસ કરીને, જ્યારે વાત હ્રદયનાં સ્વાસ્થ્યની હોય. તમારા આહારમાં તાજા શાકભાજી, ફળ, અનાજ અને લીન પ્રોટીનનો સમાવેશ કરો. 

નિયમિત રીતે હ્રદયનું ચેકઅપ કરાવો 
તમારા શરીરનું બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હ્રદયની તંદુરસ્તી ચકાસવા માટે નિયમિત રીતે હ્રદયનું ચેકઅપ કરાવવું જોઈએ. જેથી તમને બીમારીની શરૂઆતથી જ જાણ થઈ જશે અને તમે યોગ્ય સારવાર કરી શકશો. 

તણાવ મુક્ત  રહો 
દરેક વ્યક્તિનાં જીવનમાં કોઈ ને કોઈ ચિંતા તો હોય જ છે. એવામાં જો તમે તમારા હ્રદયને સ્વસ્થ રાખવાં માંગતા હોય તો, તમારે તણાવ મુક્ત રહેવું જોઈએ. તેનાં માટે નિયમિત રીતે ધ્યાન કરો, યોગ કરો અને તમને ગમતી રમત રમો. 

યોગ્ય ઊંઘ લો 
હ્રદયનાં સ્વાસ્થ્ય માટે યોગ્ય ઊંઘ ખૂબજ જરૂરી છે. તમારે રાત્રે 7-9 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. સૂતા સમયે ફોનનો ઉપયોગ ટાળો. ઊંઘ સારી આવશે. 

હાઇડ્રેટ રહો 
હ્રદયનાં સ્વાસ્થ્ય માટે હાઇડ્રેટ રહેવું જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. ઠંડા-પીણાં અને કેફીનનું સેવન મર્યાદિત કરો. 

નવું વર્ષ જૂની આદતો છોળી, નવી આદતોને સ્વીકારવાની તક આપે છે. યાદ રાખો કે નાનાં પગલાં સફળતાં સુધી પહોંચાળે છે. વર્ષ 2024માં તમારા હ્રદયને સ્વસ્થ રાખવાની કોઈ પણ તક ગુમાવશો નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ