બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ટેક અને ઓટો / New feature coming to WhatsApp: Your status will be visible for 2 weeks! Know how it will work

જોરદાર અપડેટ / WhatsApp પર આવશે નવું ફીચર:તમારું સ્ટેટસ 2 અઠવાડિયા સુધી પર દેખાશે! જાણો કઈ રીતે કરશે કામ

Megha

Last Updated: 12:51 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp આગામી દિવસોમાં એક મોટું અપડેટ રજૂ કરવા જઈ રહ્યું છે. આ અપડેટ પછી યુઝર્સ તેમના 'વોટ્સએપ સ્ટેટસ'ને બે અઠવાડિયા સુધી લાઈવ રાખી શકશે.

  • WhatsApp વધુ એક ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે
  • યુઝર્સ 'વોટ્સએપ સ્ટેટસ'ને બે અઠવાડિયા સુધી લાઈવ રાખી શકશે
  • જેમાં 24 કલાક, 3 દિવસ, 1 સપ્તાહ અને 2 અઠવાડિયાનો વિકલ્પ મળશે 

WhatsApp તેના કરોડો યુઝર્સને બેસ્ટ ચેટિંગ એક્સપિરિયન્સ આપવા માટે નવી સુવિધાઓ લાવતું રહે છે અને આ સાથે જ આ ઇન્સ્ટન્ટ ચેટિંગ પ્લેટફોર્મ તેના યુઝર્સની સેફટી અને સિક્યોરીટી પર પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.  એવામાં હવે WhatsApp વધુ એક ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. 

WhatsApp આગામી દિવસોમાં એક મોટું અપડેટ રજૂ કરશે 
લેટેસ્ટ લીક થયેલા રિપોર્ટમાં વોટ્સએપના આગામી અપડેટની જાણકારી સામે આવી છે. રિપોર્ટ અનુસાર WhatsApp આગામી દિવસોમાં એક મોટું અપડેટ રજૂ કરવા જઈ રહ્યું છે. આ અપડેટ પછી, યુઝર્સ તેમના 'વોટ્સએપ સ્ટેટસ'ને બે અઠવાડિયા સુધી લાઈવ રાખી શકશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે  ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ તેના યુઝર્સને સ્ટેટસ લાઇવ રાખવા માટે ચાર અવધિના વિકલ્પો આપશે, જેમાં 24 કલાક, 3 દિવસ, 1 સપ્તાહ અને 2 અઠવાડિયાનો વિકલ્પ સામેલ હશે. ચાલો જાણીએ આ સંબંધિત તમામ વિગતો.

યુઝર્સ 'વોટ્સએપ સ્ટેટસ'ને બે અઠવાડિયા સુધી લાઈવ રાખી શકશે
એક લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે Google Play Store પર ઉપલબ્ધ Android 2.23.20.12 અપડેટ માટે WhatsApp બીટા પછી , WhatsApp સ્ટેટસ વિભાગમાં કેટલાક સુધારા જોવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપે "સ્ટેટસ" અપડેટ સેક્શનમાં કેટલાક સુધારા લાવ્યા છે, જેની એક ઝલક બીટા વર્ઝનમાં જોવા મળી છે. આમાં સૌથી મોટો ફેરફાર યુઝરની પ્રોફાઇલ પર દેખાતા 'ટેક્સ્ટ સ્ટેટસ' સાથે સંબંધિત છે. હવે યુઝર્સને ટેક્સ્ટ સ્ટેટસ માટે 'ટાઇમ ડ્યુરેશન'નો વિકલ્પ મળશે. અગાઉ, એકવાર અપડેટ કરેલ ટેક્સ્ટ સ્ટેટસ વર્ષો સુધી લાઈવ રહેતું હતું. જો કે, આગામી અપડેટ સાથે, યુઝર્સ મર્યાદિત સમય માટે આ ટેક્સ્ટ સ્ટેટસ સેટ કરી શકશે.  હજી સુધી તેની સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી કે તે ફોટા અથવા વિડિઓમાં લાગુ કરવામાં આવશે કે નહીં. 

WhatsApp Update roles out instant video message feature

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેક્સ્ટ સ્ટેટસ માટે કેટલાક નવા ડિફોલ્ટ વિકલ્પો રજૂ કરવામાં આવશે, જેમાં ફ્રી ટુ ટોક, વર્કિંગ, ટ્રાવેલિંગ જેવા વિકલ્પોનો સમાવેશ થાય છે. જ્યારે સ્ટેટસ ટાઈમર પણ જોવા મળે છે. આ ટાઈમરમાં યુઝર્સને સ્ટેટસ લાઈવ રાખવા માટે 4 ઓપ્શન આપવામાં આવશે. આમાં 24 કલાક, 3 દિવસ, 1 સપ્તાહ અને 2 અઠવાડિયાના વિકલ્પોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે કંપનીએ હાલમાં જ WhatsApp ચેનલ નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે. વ્હોટ્સએપ ચેનલ એક પ્રકારની બ્રોડકાસ્ટ સેવા છે, જેમાં વન-વે કોમ્યુનિકેશન છે. ખાસ કરીને આ ફીચર સેલેબ્સ અને ફેમસ યુઝર્સ માટે ફાયદાકારક રહેશે, જેમાં તેઓ પોતાની ચેનલ બનાવી શકશે અને એક જ જગ્યાએ પોતાના ફોલોઅર્સને પોતાની સાથે સંબંધિત અપડેટ્સ આપી શકશે. જણાવી દઈએ કે આ ઈન્સ્ટાગ્રામના ચેનલ ફીચર જેવું જ છે. પીએમ નરેન્દ્ર મોદી, માર્ક ઝકરબર્ગ, કેટરીના કૈફ, દિલજીત દોસાંઝ, વિરાટ કોહલી જેવા સ્ટાર્સે વોટ્સએપ પર પોતાની ચેનલ બનાવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ