બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / Nepal Parliament unanimously passes bill to redraw political map

કડવાશ / નેપાળની અવળચંડાઇ સંસદ પહોંચી, એક નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં સૌથી મોટી તિરાડ

Parth

Last Updated: 08:11 PM, 13 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને નેપાળના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. ભારત અને નેપાળનો પૌરાણિક નાતો છે પરંતુ ચીનની સોડમાં આવીને નેપાળ અવળચંડાઈ કરી રહ્યું છે. એવામાં આજે નેપાળની સરકારે ભારતના ત્રણ વિસ્તારોને પોતાના દર્શાવી સંસદમાં નવો નકશો પાસ કરાવી લીધો છે. નેપાળના આ નિર્ણયના કારણે હવે સંબંધોમાં વધુ ખટાશ આવશે તે નિશ્ચિત છે.

  • નેપાળની સંસદમાં પાસ થયો નેપાળનો નવો નકશો 
  • ભારતના 3 સ્થળો નેપાળે પોતાના દર્શાવ્યા 
  • ભારત સાથેના સંબંધો વધુ વકરશે 

નેપાળના નવા નકશાને કાનૂની માન્યતા આપવા માટે આજે સંસદમાં વોટિંગ કરવામાં આવ્યું અને 275 સભ્યો ધરાવતી સંસદમાં નેપાળના નવા નકશાના સમર્થનમાં 258 વોટ પડ્યા. નવા નકશામાં નેપાળે લીમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને પોતાના ભાગમાં દર્શાવી લીધા છે. 

ભારતે હંમેશા કરી છે મદદ 

ભારતે કોરોના કાળમાં નેપાળની ખૂબ મદદ કરી છે. અમુક એવા દેશો જેને હાઈડ્રોકસીક્લોરોક્વીન આપવામાં આવી તેમાં નેપાળ પણ સામેલ છે. વિદેશોમાં ફસાયેલા નેપાળી લોકોને નીકાળવામાં પણ ભારતે હાથ આગળ કર્યો. સરહદ પર વિવાદ થયો છતાં ભારતે માનવતા રાખી અને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય રોકી નથી.  

ભારત અને નેપાળનો પૌરાણિક નાતો 

આજે નેપાળ સંસદમાં વોટિંગ કરે તે પહેલા ભારતે નેપાળને સંસ્કૃતિક સંબંધો યાદ અપાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે અમે દરેક પરિસ્થિતિ નેપાળ સામે સ્પષ્ટ કરી દીધી છે. નેપાળ સાથે અમારા પૌરાણિક અને મિત્રતા ભરેલા સંબંધો રહ્યા છે. આ સિવાય સંકટના સમયમાં ભારતે કઈ રીતે નેપાળની મદદ કરી છે તે યાદ અપાવતા શ્રીવાસ્તવે કહ્યું કે અમે નેપાળને 25 ટન દવા અને મેડિકલ સાધનો આપ્યા. પુષ્કળ સંખ્યામાં પેરાસેટામોલ અને હાઈડ્રોકસીક્લોરોક્વીન પણ આપી. 

શું છે નકશાનો વિવાદ 

નોંધનીય છે કે થોડા સમય પહેલા નેપાળની સરહદ પાસે ભારતે એક માર્ગનું નિર્માણ કર્યું જેનો ઉદ્દેશ કૈલાશ માનસરોવર યાત્રાનો હતો પરંતુ નેપાળને તેનાથી વાંધો છે. નેપાળનું માનવું છે કે તે વિસ્તાર નેપાળનાં જ છે. નેપાળે લીમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની પર પોતાનો દાવો કર્યો અને નવો નકશો પણ જાહેર કરી દીધો. હવે આ નકશો સંસદમાં પાસ કરી દેવામાં આવ્યો છે. 

ગઈકાલે સીતામઢીમાં કરી હતી અવળચંડાઈ 

એક તરફ આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યાં શુક્રવારે નેપાળની પોલીસે સીતામઢીમાં અંધાધુંધ ફાયરીંગ કરી જેમાં ચાર ભારતીયોને ગોળી વાગી અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.        

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ