બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / nepal captain sandeep lamichana has been accused in a rape case

આરોપ / નેશનલ ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરુદ્ધ 17 વર્ષની સગીરાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ, દિલ્હીની ટીમમાંથી રમી ચૂક્યો છે IPL

Khevna

Last Updated: 10:39 AM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળની ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામીછાને પર સગીરાનાં રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જાણો વિગતવાર

  • નેપાળની ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાને પર રેપ કેસ 
  • સગીરાએ દાખલ કરાવી ફરિયાદ 
  • હાલમાં નેપાળ તરફથી કેન્યામાં રમી રહ્યા છે

નેપાળની ક્રિકેટ ટીમના કેપ્ટન સંદીપ લામિછાને પર રેપ કેસ 

IPL રમી ચુકેલા નેપાળી ક્રિકેટર સંદીપ લામિછાને સામ એરેપ કેસનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. કાઠમંડુ પોલીસે સગીરાનાં રેપનાં મામલામાં ફરિયાદ દાખલ કરી છે. 

નેપાળ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન સંદીપ લામિછાને સામે સગીરાએ રેપનો મામલો દાખલ કરાવ્યો છે. નેપાળની રાજધાની કાઠમંડુમાં સગીરાની મેડીકલ તપાસ કરવામાં આવી અને પછી પુષ્ટિ બાદ પોલીસે મામલો દાખલ કર્યો છે. સંદીપ અત્યારે પણ નેપાળ તરફથી કેન્યામાં ક્રિકેટ રમી રહ્યા છે. 

સગીરાએ દાખલ કરાવી ફરિયાદ 

સંદીપ લામિછાને આઈપીએલ કરાર મેળવનારા નેપાળનાં પહેલા ક્રિકેટર છે. દિલ્હી ડેરડેવિલ્સે વર્ષ 2018માં તેમને પહેલી વાર ઓકશનમાં ખરીદ્યા હતા. સંદીપ આઈપીએલ ઓક્શનમાં સામેલ થનાર એકમાત્ર નેપાળી ખેલાડી છે. 17 વર્ષીય ક્રિકેટરને તેમના આધાર મૂલ્ય 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. 

2016માં અન્ડર 19 વર્લ્ડ કપમાં કર્યું હતું શાનદાર પ્રદર્શન 
સંદીપ એક લેગ સ્પિનર છે. તેમને વર્ષ 2016માં અન્ડર 19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેથી નેપાળની ટીમ આઠમા સ્થાન પર રહેવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલીયાનાં પૂર્વ કપ્તાન માઈકલ ક્લાર્ક પણ સંદીપનાં પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ