બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / NCB's rapid run, conducting raid one side while on other arresting son in law of a minister

તપાસ / NCBનો ડ્રગ્સ કેસમાં સપાટો, એક બાજુ મંત્રીના જમાઈની ધરપકડ, અને એક બાજુ દરોડા

Nirav

Last Updated: 11:59 PM, 13 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCB એ ડ્રગ સંબંધિત કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈની ધરપકડ કરી છે. 200 કિલો ડ્રગ્સ સાથે ધરપકડ કરાયેલા એક વિદેશી નાગરિકની પૂછપરછમાં નવાબ મલિકના જમાઈ સમીર ખાનની ધરપકડ કરવામાં આવી છે.

  • ડ્રગ્સ કેસમાં મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનની ધરપકડ 
  • મહારાષ્ટ્રની સરકારમાં કેબિનેટ મંત્રી છે નવાબ માલિક 
  • વિદેશી નાગરિકના 200 કિલો ગાંજાના કેસમાં કરી ધરપકડ 

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનની બુધવારે ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખાન સવારે 10 વાગ્યે દક્ષિણ મુંબઈની બાલાર્ડ એસ્ટેટની NCB ઓફિસ પહોંચ્યો હતો જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પૂછપરછ અંગે NCB ના રિજનલ ડાયરેક્ટર અનિલ જૈને જણાવ્યું હતું કે કરણ સજનાનીના ફોલોઅપ કેસમાં સમીર ખાનને આજે બોલાવવામાં આવ્યા હતા. કરણ સજનાનીની પાસે મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી, જેના માટે સમીર ખાનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

કરણ સજનાની નામના ડ્રગ પેડલરની કરાઇ હતી ધરપકડ 

અભિષેક જૈને કહ્યું કે અમે સમીર ખાનને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને અમારી ટીમ તેમને પૂછપરછ કરી રહી છે. અમે થોડા દિવસો પહેલા કરણ સજનાની નામના ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી, તેની પુછપરછ દરમિયાન સમીરનું નામ સામે આવ્યું હતું, તેને આ જ સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે ડ્રગ્સના કેસમાં આરોપી અને એજન્સીએ તેમની વચ્ચે રૂ .20,000 ના કથિત ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના કેસ બાદ તેને સમન્સ પાઠવ્યું હતું. આ કેસમાં બ્રિટિશ નાગરિક કરણ સજનાની અને બે અન્ય લોકોની 200 કિલો નશીલા પદાર્થો સાથે ગત સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ જ સમયે ઉત્તરપ્રદેશના રામપુરમાં NCB એ દરોડા પાડયા હતા. 

જપ્ત કરાયેળા ડ્રગ્સમાં  'ઓજી કુશ' (એક પ્રકારની ભાંગ) અને ગાંજા જેવા નશીલા પદાર્થોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક અમેરિકાથી લાવવામાં આવ્યા હતા. આ મામલે મુછ્છડ પાનવાલા દુકાનના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે એજન્સીએ મુંબઈની પ્રખ્યાત મુછ્છડ પાનવાલા દુકાનના માલિક રામકુમાર તિવારીની ધરપકડ કરી હતી, જેને બુધવારે રૂ .15,000 ના અંગત બોન્ડ પર જામીન મળ્યા હતા.

મુંબઇની આ દુકાન બહુ જ ફેમસ છે 

NCB એ ડ્રગ સંબંધિત કેસમાં મંગળવારે રામકુમાર તિવારીની ધરપકડ કરી હતી. દક્ષિણ મુંબઈના કેમ્પ્સ કોર્નરમાં આવેલી આ પાન શોપ ખૂબ પ્રખ્યાત છે, કારણ કે ઘણી પ્રખ્યાત હસ્તીઓ આ સ્થળે અવારનવાર આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai NCB drugs case ગાંજો ડ્રગ્સ કેસ Investigation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ