બોલીવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા એક અજાણ્યા સાથે ડેટ કરી રહી હોવાનો એક વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર તેના પર પસ્તાળ પડી હતી.
નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાનો રોમેન્ટીક વીડિયો થયો વાયરલ
અજાણ્યા શખ્સ સાથે ડેટ કરી રહી છે
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને પત્ની આલિયા વચ્ચે ચાલી રહ્યો છે ઝગડો
નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેમનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ બંને છૂટાછેડા લેવાના છે. આલિયાએ નવાઝુદ્દીન પર ઘણા આરોપ લગાવ્યા હતા. બંને વચ્ચેના વિવાદને લઈને મીડિયામાં ઘણા સમાચાર આવ્યા હતા. આલિયાએ અભિનેતા પર અત્યાચાર, મારપીટ, બળાત્કાર અને બાળકોને ખર્ચ ન ચૂકવવા સહિતના અનેક ગંભીર આરોપો મૂક્યા હોવાનો પણ આરોપ મૂક્યો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની પત્ની નવાઝુદ્દીન સિદ્દીકી સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. બંને વચ્ચેનો વિવાદ બહુ જૂનો નથી. આ કેસ હજુ પણ ચાલી રહ્યો છે.
આલિયા અજાણ્યા સાથે ગઈ ડેટ પર
પતિ સાથેના ઝગડાની વચ્ચે આલિયા એક અજાણ્યા પુરુષ સાથે ડેટ કરી રહી હોવાની અફવા ઉડી છે. આલિયા એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે. જેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
આલિયાએ વીડિયો પોસ્ટ કર્યો
આલિયાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પહેલા ફોટામાં તે એક પુરુષ સાથે છે અને સેલ્ફી લઇ રહી છે. અન્ય એક ફોટોમાં બંને કેફેમાં બેસીને એકબીજાને જોઇ રહ્યાં છે. આ ઉપરાંત આલિયાના સિંગલ ફોટોઝ પણ છે.
લોકો બોલ્યાં, આટલી ઝડપે બીજા સાથે ચાલુ પડી ગઈ
વીડિયો જોયા બાદ યૂઝર્સ કહેવા લાગ્યા કે હજુ તો પતિ સાથે પત્યું નથી ત્યાં આટલી ઝડપથી આગળ વધી ગઈ. આ જ કારણે તેણે પતિ સાથે છુડા પડવાનું નાટક રચ્યું હતું. એક યુઝરે લખ્યું કે આખરે વાત શું છે. એક ચાહકે લખ્યું, 'તમે આટલી ઝડપથી કેવી રીતે આગળ વધ્યા હવે આમાં નવાઝનો શું વાંક. અન્ય એક યુઝરે લખ્યું, "વાહ રે વાહ, ગઈકાલ સુધી પતિને બદનામ કર્યો હતો અને હવે તેનો પ્રેમી સામે આવ્યો.