બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / મનોરંજન / બોલિવૂડ / nawab malik says aryan khan didnt purchase tickets of mumbai cruise he was kidnapped

Aryan khan drugs case / આર્યન ખાનને કીડનેપ કરવામાં આવ્યો હતો, વસૂલીમાં આ મોટા માથાઓનો હાથ, નવાબ મલિકે કર્યો ધડાકો

Mayur

Last Updated: 12:12 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થાય છે. હવે નવાબ મલિકે દાવો કર્યો હતો કે ક્રૂઝની ટિકિટ તેણે પોતે ખરીદી ન હતી માટે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું

મહારાષ્ટ્રનાં મંત્રી અને NCP ના નેતા નવાબ મલિકે રવિવારે ફરી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે કેટલાક મોટા દાવાઓ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આર્યન ખાનનો આખો કેસ કિડનેપીંગ અને ખંડણીનો મામલો છે અને તેનો માસ્ટરમાઇન્ડ મોહિત કંબોજ છે. મલિકે દાવો કર્યો હતો કે આ ખંડણીમાં મોહિત કંબોજ સાથે એનસીબી અધિકારી સમીર વાનખેડે તેનો પાર્ટનર છે. 

આર્યન ખાને ટિકિટ ન્હોતી ખરીદી 

આર્યન ખાને ક્રુઝ પાર્ટી માટે ટિકિટ ખરીદી ન હતી. પ્રતિક ગાબા અને અમીર ફર્નિચરવાલા જ તેને ત્યાં લઈ આવ્યા હતા. આ અપહરણ અને ખંડણીનો મામલો છે. મોહિત કંબોજ ખંડણી માંગવામાં  માસ્ટરમાઇન્ડ અને સમીર વાનખેડેનો ભાગીદાર છે એવું NCP નેતા નવાબ મલિકે જણાવ્યું હતું. 

નવાબ મલિકે કહ્યું હતું કે મોહિત કંબોજ 1100 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં આરોપી છે અને તે પહેલા કોંગ્રેસના નેતાઓની પાછળ હતો અને હવે ભાજપની નજીકનો માણસ બની ગયો છે. 

મોહિત કંબોજે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સુનિલ પાટિલ નામના શખ્સને આ કેસનો માસ્ટર માઇન્ડ ગણાવ્યો હતો. મોહિતે પાટિલને NCP નેતાઓના નજીકનો માણસ ગણાવ્યો હતો અને નવાબ મલિક પર પણ અનેક આરોપો લગાવ્યા હતા. 

મોહિત કંબોજ અને સમીર વાનખેડેના સંબંધો સારા 
નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે મોહિત કંબોજ અને સમીર વાનખેડેના સંબંધો સારા છે, મોહિત કંબોજ 11 હોટલ ચલાવે છે અને તેમણે આગળ કહ્યું હતું કે અમે કહ્યું હતું કે કંબોઉજ અને વાનખેડેના સંબંધો સારા છે અને જલ્દી તેઓ વચ્ચેની એક મિટિંગનો વિડીયો પણ જાહેર કરીશું. 

કબ્રસ્તાનમાં મળ્યા 
છ ઓક્ટોબરે પ્રેસ કોન્ફરન્સ થઈ અને 7 ઓક્ટોબરે વાનખેડે અને કંબોજ ઓશિવારાનાં કબ્રસ્તાનમાં મળ્યા હતા. તેઓનું નસીબ સારું છે કે પોલીસનો સીસીટીવી કેમેરા બંધ હતો માટે અમને તેનો સીસીટીવી કેમેરા નથી મળી શક્યો. વાનખેડે સાહેબ ગભરાઈને ચાલ્યા ગયા હતા કે તેમનો કોઈ પીછો કરી રહ્યું છે કે કેમ. 

સમીર વાનખેડે પર ગંભીર આરોપ 
નવાબ મલિકે NCB અધિકારી સમીર વાનખેડે પર ફરી આરોપ લગાવ્યો હતો કે વાનખેડે દ્વારા જ એક ખેલ રચવામાં આવ્યો છે જેમાં ડ્રગ્સનો ધંધો ચાલે છે. ડ્રગ માફિયાને સંરક્ષણ આપવામાં આવે છે અને તેની  વસૂલી કરવામાં આવે છે. 

ફિલ્મ જગતના લોકોને ડરાવવામાં આવે છે 
નવાબે કહ્યું હતું કે આ રીતે ચાલતા ખેલમાં ફિલ્મસ્ટાર્સ પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવે છે. તેઓને ડરાવવામાં આવે છે. 

આર્યન ખાન કેસમાં ડિસોઝાનું નામ કેવી રીતે આવ્યું

આર્યન ખાન ડ્રગ કેસમાં સ્ટેનલી ડિસોઝાનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સેલે એફિડેવિટ ફાઇલ કરી. પ્રભાકર સેલે દાવો કર્યો હતો કે આર્યન ખાનને છોડાવવાના બદલામાં કિરણ ગોસાવી અને સ્ટેનલી ડિસોઝા વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં 25 કરોડની લાંચની વાત થઈ હતી, જેમાં સમીર વાનખેડેને 8 કરોડ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ