બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Natural Air Potato Cultivation by Farmer in Khambhali

વાહ / ગુજરાતના ખેડૂતે વેલ ઉપર કરી બટાકાની ખેતી: શ્રેષ્ઠ ગુણવત્તાના લીધે એક કિલોનો ભાવ 100 રૂપિયા

Dinesh

Last Updated: 06:40 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામના ખેડૂતે એર પોટેટોની પ્રાકૃતિક ખેતી કરી છે, પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન મેળવી ગ્રાહકોને સ્વચ્છ અને શુદ્ધ સાત્વિક એર પોટેટો વેચી સારી આવક મેળવી

  • ખંભાળિયામાં એર પોટેટોની ખેતી 
  • ખેડૂતે ઓછી જમીનમાં કરી પ્રાકૃતિક ખેતી
  • સામાન્ય બટેટા કરતા ખાસ છે એર પોટેટો 


ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામે વ્રજલાલ સુરેલીયા જેઓ હાલ પોતાની ટૂંકી ખેતીમાં એર પોટેટો ખેતીની સાથે પ્રાકૃતિક ખેતીને લઇ ચર્ચામાં છે. ઓછી જમીનમાં પ્રાકૃતિક ખેતી તરફ વળેલા વ્રજલાલ હાલ એર પોટેટોની ખેતી કરી ચર્ચામાં આવ્યા છે હાલ તેઓ પોતાના ખેતરમાં એર પોટેટોની ખેતી કરી રહ્યા છે. શુ છે આ એર પોટેટો અને કેમ વ્રજલાલ સુરેલીયા ચર્ચામાં આવ્યા તો તેનું કારણ રસપ્રદ છે.

એર પોટેટાની ખેતી

ખંભાળિયામાં એર પોટેટોની ખેતી 
મુખ્યત્વે બટેટાએ કંદ મૂળ પાક છે અને જમીનની પેટાળની અંદર થતો આ પાક છે સામાન્ય રીતે બટેટા બજારમાં ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ રહે છે પરંતુ વ્રજ લાલ સુરેલીયાએ વેલ પર પકતા બટેકાની ખેતી શરૂ કરી છે એક વખતે આ બટેટા જમીનમાં વાવી દેવાથી આ બટેકા એપ્રિલ મહિનામાં બહાર નીકળે છે અને વેલના સ્વરૂપમાં બહાર નીકળે છે આ વેલમાં બટેટા આવે છે આ બટેટા સામાન્ય બટેટા કરતા સ્વાદમાં ખુબ સારા અને ચિપ્સ માટે સારી કેવાલિટીના માનવામાં આવે છે અને એટલે જ ઓનલાઇન આ બટેટાનો ભાવ 50 થી 100 સુધીના કિલોના ભાવ મળે છે. વ્રજલાલ ભાઈ સુરેલીયાએ એક વર્ષ અગાઉ પોતાના ઓછી જમીનમાં સિમેંટના થાંભલાની મદદથી ટપક સિંચાઈનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને એર પોટેટોની ખેતી શરૂ કરી છે.

એર પોટેટો

ખેડૂતે ઓછી જમીનમાં કરી ખેતી
એર પોટેટો એટલે જમીનમાં નહિ વેલામા ઉગતા બટેકા એટલે જ આ પાકને એર પોટેટો કહેવામાં આવે છે. આ પાકમાં હાલ તમામ રીતે પ્રાકૃતિક ખેતી દ્વારા વ્રજલાલ ભાઈ ઉત્પાદન મેળવી રહ્યા છે હાલ તેમને એર પોટેટોનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે અને ઓનલાઇન તેઓ આ બટેટાનું વેચાણ કરી રહ્યા છે અને ઓનલાઇન 100 રૂપિયા જેટલો ભાવ મેળવી રહ્યા છે તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન મેળવી ગ્રાહકોને સ્વચ્છ અને શુદ્ધ સાત્વિક એર પોટેટો વેચાણ કરી રહ્યા હોઈ ગ્રાહકોમાં આકર્ષાયા છે અને તેઓ ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે પ્રાકૃતિક ખાતર સાથે તમામ પ્રકારે અહીં કુદરતી સાનિધ્યમાં પાકની જાળવણી કરવામાં આવે છે અહીં તેઓ ટપક સિંચાઈની મદદથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે હાલ તેઓએ પ્રથમ વર્ષે આ પ્રકારે સેટઅપ ગોઠવ્યું છે. 

એર પોટેટો

સામાન્ય બટેટા કરતા ખાસ છે એર પોટેટો 
આવતા વર્ષે વધુ ઉત્પાદન મેળવી સારી અવાક મેળવવા તેઓ પ્રયત્નો કરી રહ્યા છે આ પ્રકારની ખેતીથી બે ફાયદા ચોક્કસ છે લોકોને શુદ્ધ સાત્વિક ચીજ વસ્તુ મળે અને  શરીરને પણ હાનિ ના પહોંચે અને ખેડૂતો ને પણ સારો ભાવ મળે તો ખેતીને પ્રોત્સાહન મળે હાલ વ્રજલાલ ભાઈ સુરેલીયા અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહ્યા છે ખેડૂતો માટે ભાવ સારા અને શુદ્ધ પ્રાકૃતિક ખેતી જન આરોગ્ય માટે લાભદાયી ફળદાયી સાબિત થઈ શકે છે વ્રજલાલ સુરેલીયા માત્ર 3 વીઘામાં ડ્રેગન ફ્રૂટ, એર પોટેટો, સહિતના પાકો લેવાની શરૂઆત કરી ચુક્યા છે તેઓ આ ખેતીને શ્રેષ્ઠ ખેતી ગણાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય માટે પણ ફાયદાકારક આ ખેતી છે સારુ ઉત્પાદન અને સારા ભાવો ઓછી ખેતીમાં મેળવી શકાય છે એર પોટેટોની ખેતીએ દ્વારકામાં પગ પસેરો કર્યો છે ત્યારે આવનારા દિવસોના અન્ય ખેડૂતો પણ આ દિશામાં આગળ વધે તો ફાયદો થઈ શકે આ એર પોટેટો ની ખેતી એક દમ સરળ છે આ પોટેટોને વાવી દેવાથી આ બીજ વેલા સ્વરૂપે બહાર નીકળે છે ને વેલા પર જ આ પોટેટો થાય છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ