ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Travel / Technology / Google Mapsને ટક્કર આપશે ભારતની સ્વદેશી મેપ એપ, કેન્દ્રીય મંત્રીએ વીડિયો જાહેર કરી બતાવ્યા ફીચર્સ

શું વાત છે / Google Mapsને ટક્કર આપશે ભારતની સ્વદેશી મેપ એપ, કેન્દ્રીય મંત્રીએ વીડિયો જાહેર કરી બતાવ્યા ફીચર્સ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:47 PM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mappls: ભારત હવે આત્મ નિર્ભર બની રહ્યુ છે. ભારત ટેકનોલોજીમાં પણ હવે સ્વદેશી તરફ આગળ વધી રહ્યુ છે.

ADVERTISEMENT

Mappls: ભારત હવે આત્મ નિર્ભર બની રહ્યુ છે. ભારત ટેકનોલોજીમાં પણ હવે સ્વદેશી તરફ આગળ વધી રહ્યુ છે. Zoho Mail પછી હવે ભારતમાં મેપની સ્વદેશી એપ આવી છે. ગુગલ મેપની જેમ આ સ્વદેશી એપમાં પણ તમને લોકેશન સુધી પહોચવા મદદ મળી રહેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્વદેશી મેપ Mapplsનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેના ફિચર્સ દર્શાવવામાં આવી છે. આ નેવિગેશન એપમાં ઘણી સુવિધાઓ છે જે ગૂગલ મેપ્સમાં પણ મળતા નથી.

ગૂગલ મેપ્સને ટક્કર આપવા માટે ભારતીય એપ આવી ગઇ છે. મેપલ્સ એપ લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આ નેવિગેશન એપનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેના વિવિધ ફીચર્સ દર્શાવવામાં આવ્યા છે. આ નેવિગેશન એપ સ્વદેશી કંપની મેપમાયઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આમાં યૂજર્સ રોડની કંડીશન, રૂટ પરના પેટ્રોલ પંપ, ઢાબા અને જંકશન પોઈન્ટ વિશે પોસ્ટ કરી શકે છે.

સ્વદેશી મેપલ્સ શું છે?

કેન્દ્રીય મંત્રીએ તેમના એક્સ હેન્ડલ પરથી આ એપનો વિડીયો શેર કર્યો અને લોકોને તેને ટ્રાઇ કરવા માટે કહ્યુ છે. મેપલ્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તમે વેબસાઇટ દ્વારા પણ આ નેવિગેશન પ્લેટફોર્મને ઍક્સેસ કરી શકો છો. અશ્વિની વૈષ્ણવે વિડીયો શેર કર્યો, જેમાં આ એપના ફિચર્સ વિશે માહિતી શેર કરવામાં આવી છે. વિડીયો બતાવે છે કે આ મેપમાં જ્યાં પણ અંડરપાસ અને ઓવરબ્રિજ આવે છે, ત્યાં એક 3D જંકશન વ્યૂ બની જાય છે જેથી યૂજર્સને નેવિગેશનમાં આસાની થઇ શકે. મોટે ભાગે ઓવરબ્રિજ અને અંડરપાસ પસંદગીમાં યૂજર્સને મુશ્કેલી પડતી હોય છે. મેપલ્સે આ સમસ્યાનું નિરાકરણ કર્યું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ વાયરલ / VIDEO : રેલવે બ્રિજ પર કપલ બનાવી રહ્યું હતું રીલ, પાછળથી અચાનક ટ્રેન આવી અને થયું ભયાનક

રેલવેમાં પણ ઉપયોગ

કેન્દ્રીય રેલવે મંત્રીએ એ પણ શેર કર્યું કે આ મેપ રેલવેમાં પણ ઉપયોગમાં લેવાશે. ભારતીય રેલવે અને મેપમાયઇન્ડિયા વચ્ચે ટૂંક સમયમાં એક એમઓયુ સાઇન કરવામાં આવશે, જેના પછી તેની GIS ટેકનોલોજી રેલવેમાં ઉપયોગ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ashwini Vaishnaw Mappls Google Maps

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ