બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / nation discussion between pm modi and iranian president regarding israel hamas war said early peace important

સંદેશ / ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિની ફોન પર થઈ વાત, ચર્ચાયું એવું કે શીઘ્ર શાંતિ સ્થપાશે

Kishor

Last Updated: 09:24 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મામલે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી.જુઓ ક્યાં મુદ્દે ચર્ચા થઈ!

  • ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મામલો
  • વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોનિક ચર્ચા
  • સોશિયલ મીડિયા X એટલે કે ટ્વીટર પર પીએમ મોદીએ માહિતી આપી 

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. આ દરમિયાન તેઓએ યુદ્ધના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે સંપૂર્ણ ચર્ચા કરી હતી. જે મામલે સોશિયલ મીડિયા X એટલે કે ટ્વીટર પર પીએમ મોદીએ માહિતી આપી હતી. વધુમા ચર્ચા દરમિયાન આતંકવાદ, આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોના મોતને લઈ બંને પક્ષે ચિંતા વ્યકત કરાઈ હતી અને તેમાથી ઉગરવાની દિશા અંગે ચર્ચા થઈ હતી. 

હવામાં અને જમીન પર સતત હુમલાઓ

ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે વધેલા તણાવને રોકવા, સહાય અને શાંતિ મામલે બને પક્ષે એકસુરતા દાખવી હતી. બીજી બાજુ હાલની સ્થિતિએ ગાઝામાં ઇઝરાયેલી સેના દ્વારા હમાસના પ્રાથમિક અને માળખાકીય સુવિધાને નિશાન બનાવીને સતત વાર કરવામાં આવી રહ્યા છે. હવામાં અને જમીન પર સતત હુમલાઓ યથાવત છે. 

9,700 થી વધુ લોકોના જીવ ગયા

સૈન્યના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએના કહેવા પ્રમાણે હમાસના અગાઉના હુમલાના જવાબની દિશામાં કાર્યવાહી ચાલુ છે. બીજી તરફ, CNN, પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું કે હુમલામાં સૌથી વધુ રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો, શરણાર્થી શિબિરો અને શાળાઓને નિશાન બનાવાય હોવાથી 9,700 થી વધુ લોકોના જીવ ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ