બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Mukesh Ambani's second brother whose son-in-law bought a house near Antilia

Business News / મુકેશ અંબાણીના 'બીજા ભાઈ', જેમની વહુએ 15,000 કરોડના એન્ટિલિયા પાસે ખરીદ્યું ઘર

Megha

Last Updated: 09:42 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુકેશ અંબાણીના ભાઈ જેવા મિત્ર આનંદ જૈન અને તેમના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. એમને હવે અંબાણીના એન્ટિલિયા પાસે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ઉદ્યોગપતિ આનંદ જૈન સાથે લાંબા સમયથી મિત્રતા છે. આ મિત્રતા એટલી મજબૂત છે કે અનિલ પછી મુકેશ અંબાણી આનંદ જૈનને પોતાનો 'બીજો' ભાઈ માને છે. જાણીતું છે કે આનંદ જૈન એક સમયે દેશના 40 સૌથી અમીર લોકોમાં સામેલ હતા. તેઓ હર્ષ જૈનના પિતા છે. 

મુકેશ અંબાણીના ઘરમાં કામ કરતા લોકોમાં હોવી જોઇએ આ લાયકાત, મળે છે આટલી  સેલેરી- you-should-have-these-qualities-to-work-as-servants-of-mukesh-ambani

હર્ષ ડ્રીમ11ના સ્થાપક છે અને તેની કિંમત 8 અબજ ડોલરથી વધુ છે. હર્ષે પત્ની રચના સાથે 2013માં લગ્ન કર્યા હતા. એવામાં હવે તેણીએ અંબાણીના એન્ટિલિયા પાસે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તેની કિંમત 72 કરોડ રૂપિયા છે. એન્ટિલિયા નજીકનો વિસ્તાર ભારતના સૌથી મોંઘા વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર એન્ટિલિયામાં રહે છે તેની કિંમત લગભગ 15,000 કરોડ રૂપિયા છે.

મુકેશ અંબાણીના ભાઈ અનિલ વિશે લોકો જાણે છે પરંતુ એમના 'બીજા ભાઈ' જેવા મિત્ર આનંદ જૈન અને તેમના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. બિઝનેસમેન આનંદ જૈનને મુકેશ અંબાણીના ભાઈ જેવા માનવામાં આવે છે. બંને વચ્ચે દાયકાઓ જૂની મિત્રતા છે જે તેમના સ્કૂલના દિવસોથી શરૂ થઈ હતી. 2007માં ફોર્બ્સ ઈન્ડિયાના 40 સૌથી ધનિકોની યાદીમાં આનંદ જૈન 11મા ક્રમે હતા.

વધુ વાંચોઃ અદાણી VS અંબાણી: JIOને ટક્કર આપવા ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરશે ગૌતમ અદાણી! જાણો વાયરલ સામાચારની સચ્ચાઈ

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભારતના સૌથી મોંઘા મકાન એન્ટિલિયામાં રહે છે અને તેની નજીકનો વિસ્તાર સૌથી મોંઘા વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે. હર્ષ જૈનની પત્નીએ ત્યાં 72 કરોડ રૂપિયાનું ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. રચના જૈન હર્ષ જૈનની પત્ની છે. આ કપલનું નવું ઘર 29મા અને 30મા માળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ