બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mp teacher spends lifetime savings to build radha krishna temple in his wife memory

અનોખી મિશાલ / MPના શિક્ષકે કર્યું શાહજહાં જેવું કામ, પત્નીની યાદમાં બનાવ્યું રાધા-કૃષ્ણનું ભવ્ય મંદિર, જીવનભરની મૂડી લગાવી દીધી

Kishor

Last Updated: 06:39 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્નીની યાદમાં શિક્ષકે પોતાની મરણમૂડી ખર્ચી નાખી રાધાકૃષ્ણનું મંદિર બનાવ્યું હતું.

  • બુલંદખંડના એક નિવૃત શિક્ષકની અનોખી મિશાલ
  • નિવૃત શિક્ષકની પત્નીના મૃત્યુ બાદ શિક્ષકે મંદિર બનાવ્યું 
  • રાધાકૃષ્ણને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે

મધ્યપ્રદેશ ખાતે આવેલ બુલંદખંડના એક નિવૃત શિક્ષક અનોખી મિશાલ બન્યા છે. શિક્ષકે પોતાની મરણમૂડી ખર્ચી નાખી રાધાકૃષ્ણનું ભવ્યાતીભવ્ય મંદિર બનાવ્યું હતું. નિવૃત શિક્ષકની પત્નીના મૃત્યુ બાદ તેમણે રાધાકૃષ્ણના મંદિર બનાવવા માટેનો સંકલ્પ લીધો હતો અને તેઓના મતે રાધાકૃષ્ણને પ્રેમનું પ્રતીક છે અને આ મંદિર થકી શિક્ષકે યુવાઓને સંદેશ આપતા કહ્યું કે લગ્ન બાદ પોતાનો પ્રેમ જ બધું છે.

This place was Lord Krishna and Radha's first meeting

મંદિરની શોભાને ચાર ચાંદ
શાળાના નિવૃત્ત શિક્ષક બી. પી. ચનસોરિયા પોતાની પત્નીને અઢળક પ્રેમ કરતા હતા. આ દરમિયાન તની મૃત્યુના અકાળે મોત નીપજ્યું હતું. આ વેળાએ તે અંદરથી ભાંગી ગયા હતા અને છતપુરમાં મંદિર બનાવવાનો તેને સંકલ્પ કર્યો હતો અને તેમની પત્નીની પણ આ ઈચ્છા હતી, જેને પૂરી કરવા તેણે પોતાના જીવનની બચત કરેલી તમામ રકમ લગાવી દીધી હતી. 6 વર્ષથી વધુ સમય મંદિર બનાવવામાં લાગ્યો હતો. આ મંદિરમાં ખાસ આરસ પર આર્ટવર્ક કરવામાં આવ્યું છે, જે મંદિરની શોભાને ચાર ચાંદ લગાવી રહ્યા છે. મુસ્લિમ કારીગરોએ ત્રણ વર્ષનો ખર્ચ કરીને આ કલાકૃતિઓ બનાવી છે. 

મંદિરનું ઉદ્ઘાટન 29 મેના રોજ કરવામાં આવશે

મંદિર બનાવવાની પત્નીની ઇચ્છા હતી અને 2016ની સાલમાં તેમની પત્નીનો નિધન થઈ ગયું હતું. આથી તેણે મનમાં મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું જેને લઈને છ વર્ષનો સમયગાળો વીત્યો હતો અને દિવસ રાતની મહેનત બાદ દોઢ કરોડ રૂપિયા ખર્ચે અને રાધાકૃષ્ણની મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાધાકૃષ્ણ સાથે તેની સહેલી વિશાખા અને લલિતાની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરનું ઉદ્ઘાટન 29 મેના રોજ કરવામાં આવશે. બાદમાં સમાજને સમર્પિત કરવામાં આવશે. શિક્ષકે યુવાનોને સંદેશ આપતા કહ્યું કે લગ્ન પછી પ્રેમ જ સર્વસ્વ છે, તેથી નાની-નાની બાબતો પર પ્રેમ કે પત્નીના ત્યાગની વાત ક્યારેય ન કરવી જોઈએ.મંદિરના પૂજારી રમેશચંદ્ર દીક્ષિતે કહ્યું કે આ મંદિર એક તાજમહેલ જેવું ઉદાહરણ રજૂ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ