બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 05:02 PM, 12 February 2024
ADVERTISEMENT
હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. પ્રેમીઓ માટે આ એક તહેવારની જેમ જ હોય છે. તેમા પણ 14 ફેબ્રુઆરીનો દિવસ પ્રેમીઓ માટે ખૂબ જ વિશેષ હોય છે. તેઓ તેમના પ્રેમને વ્યક્ત કરે છે. પરતું જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ મહિનો દરેક રાશિના જાતકો માટે સારો નહીં હોય. ઘણી વાર ગ્રહ, નક્ષત્રોની ચાલ તમારા માટે સારું અથવા ખરાબ પરિણામ લાવી શકે છે. ગ્રહ ગોચર કેટલીક રાશિનાં જાતકોને તણાવ આપી શકે છે. આ મહિનામાં કેટલાક રાશિના જાતકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જાણો, કઈ રાશિના જાતકોને સમસ્યાનો સામનો કરવો પડશે.
ADVERTISEMENT
મેષ રાશિ
તમારો પ્રેમ સંબંધ તૂટી શકે છે. જે લોકોનાં લગ્ન થઈ ગયા છે તેમનું એક્સ્ટ્રા મેરિટલ અફેર થઈ શકે છે. તમારે તમારી ગર્લ ફ્રેન્ડનાં ગુસ્સાનું શિકાર બનવું પડી શકે છે. પ્રેમ લગ્ન માટે આ સમય સારો નથી.
મિથુન રાશિ
આ રાશિના જાતકો ગેરસમજને કારણે તેમના પ્રેમ સંબંધને તોડી શકે છે. તેથી વિવાદથી બચીને રહો અને કારણ વગર દલીલ ન કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો સાથે પ્રેમ સંબંધમાં વિશ્વાસઘાત થઈ શકે છે. તેનાથી આ સમય તમારા માટે ચિંતા અને તણાવથી ભરેલો રહેશે. તણાવ વધી શકે છે.
વાંચવા જેવું: નોકરી બદલવાના બની રહ્યા છે યોગ, અચાનક થશે ધનલાભ: વાંચો સાપ્તાહિક રાશિફળ
તુલા રાશિ
આ રાશિના જાતકો તેમના અહંકારનાં કારણે સંબંધ બગાડી શકે છે. તેનાથી તમારા બંને વચ્ચે સમસ્યાઓ સર્જાઇ શકે છે. તમારે એકબીજા સાથે વાત કરવી જોઈએ.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો તેમના નિજી સ્વાર્થ અને લાલચથી બચીને રહે. આ કારણોસર તમારો પ્રેમ સંબંધ તૂટી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.