મોદી સરકાર કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રકાશ જાવડેકર અને રવિ શંકર પ્રસાદને મોટું પદ આપી શકે છે. બંનેમાથી કોઈ એકને પાર્ટીમાં મહાસચિવ કે ઉપાધ્યક્ષનું પદ મળી શકે છે.
રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને મળશે મોટું પદ
જેપી નડ્ડાએ રાષ્ટ્રીય સચિવો સાથે કરી બેઠક
આગામી વિધાનસભા ચૂંટણીઓની રણનીતી ઘડવામાં આવી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે પાર્ટી કાર્યાલયમાં રાષ્ટ્રીય સચીવો સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને પાર્ટીમાં મોટું પદ મળી શકે છે.
મહાસચિવ કે ઉપાધ્યક્ષનું પદ
બન્નેમાંથી કોઈ એક નેતાને પાર્ટીમાં રાષ્ટ્રીય મહાસચિવ અથયવા ઉપાધ્યક્ષનું પદ મળી શકે છે. સાથેજ આગામી સમયમાં ચૂંટણીને લઈને પણ તેમને પ્રમુખ પદે જવાબદારીઓ આપવામાં આવી શકે છે. આ મામલે જેપી નડ્ડા ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. ભાજપના મુખ્યાલયમાં બેઠક કરવામાં આવી હતી જે બેઠકમાં આગામી ચૂંટણીને લઈને રણનીતી ઘડવામાં આવી હતી.
બેઠક બાદ પીએમ મોદી સાથે મુલાકાત
બેઠક સમાપ્ત થયા બાદ જેપી નડ્ડા અને બીએલ સંતોષ સાથે રાષ્ટ્રીય સચીવ વડાપ્રધાન મોદીના આવાસ સ્થાને પહોચ્યા હતા. બેઠક પહેલા જેપી નડ્ડાએ કહ્યું કે તેમણે તેમનો બે દિવસનો ગોવાનો પ્રવાસ રદ કર્યો કારણકે દિલ્હીમાં બિજા અન્ય કાર્યક્રમો હતા.
જે પી નડ્ડાનો ગોવાનો પ્રવાસ રદ
જેપી નડ્ડા આગામી દિવસોમાં ગોવા જવાના હતા. ત્યા જઈને તેઓ વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીના મંત્રીઓ સાતે બેઠક કરવાના હતા. આ મામલે ગોવાના એકમ પ્રમુખ સદાનંદ શેટ દ્વારા માહિતી આપવામાં આવી હતી, કે જે પી નડ્ડા ગોવા આવવાના હતા.
બંનેએ નેતાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું
ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ 43 નેતાઓએ મંત્રીપદે શપથ લીધી. કોવિડ પ્રોટોકોલ સાથે શપથ સમારોહ વીધી રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવી હતી. તે સમયે રવિશંકર પ્રસાદ તેમજ પ્રકાશ જાવડેકર એ 12 મંત્રીઓની લીસ્ટમાં સામેલ હતા. જેમણે પહેલાજ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.