બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Misconduct with a woman journalist at Ahmedabad Civil Hospital

ડરપોક તંત્ર / VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટીની ખુલ્લી ગુંડાગીરી, મહિલા પત્રકાર સાથે ગેરવર્તન

Shyam

Last Updated: 04:17 PM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એક ખાનગી ન્યૂઝ ચેનલના મહિલા પત્રકાર સાથે સિવિલ હોસ્પિટલના ગાર્ડ દ્વારા ગેરવર્તન કરવાનો કિસ્સો આવ્યો સામે, બાઉન્સર રાખી પત્રકારો સાથે ખુલ્લેઆમ દાદાગીરી

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાકર્મીઓની દાદાગીરી
  • મહિલા પત્રકારને કવરેજ કરતા સિક્યુરીટીએ અટકાવી
  • મહિલાને કવરેજ માટે અંદર પ્રવેશતા અટકાવાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પત્રકારો સાથે પણ દાદાગીરી કરવામાં આવી રહી છે. જાણીતી ચેનલના એક મહિલા રિપોર્ટર સાથે બાઉન્સરોની દાદાગીરી કેમેરામાં કેદ થઈ છે. સિવિલ હોસ્પિટલમાં બાઉન્સરોની હાજરીને લઈને પણ અનેક વખત સવાલ ઉઠ્યા છે. સરકારી સંસ્થામાં કર્મચારીઓ જનતાને જવાબ આપતા નથી. જ્યારે જનતા સવાલના જવાબ માગે તો બાઉન્સરોને બોલાવી દાદાગીરી કરવામાં આવે છે. અને તંત્ર દ્વારા આ બાન્સરોને રાખવા માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ત્યારે આવી જ એક ઘટનાનું રિપોર્ટિંગ માટે ગયેલા મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. મહિલા પત્રકારને કવરેજ કરતા સિક્યુરિટીએ અટકાવી દીધા હતા. 

સત્તાના જોરે સત્યને દબાવવાની વધુ એક તાનાશાહી ઘટના અમદાવાદમાં સામે આવી છે. લોકશાહીના ચોથી જાગીર મીડિયા ઉપર સિવિલ હોસ્પિટલમાં હુમલો કરી મહિલા પત્રકાર ઉપર હિચકારો હુમલો કરી સત્ય હકીકત બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં મહિલા પત્રકાર ઉપર થયેલા હુમલાની જાણ તબીબોની હડતાળનું કવરેજ કરી રહેલા અન્ય ચેનલના હેલ્થ રિપોર્ટરને થઈ હતી. અને તેઓ દ્વારા તાત્કાલિક તબીબી હડતાળનું કવરેજ છોડી ભોગ બનનાર મહિલા પત્રકાર પાસે પહોંચી ગયા હતા. જ્યાં મહિલા પત્રકાર સાથે ઉભા રહી મીડિયાનો અવાજ દબાવનારો સામે અવાજ ઉઠાવ્યો હતો. અને તાત્કાલિક સિવિલ તંત્રને એક્શન લેવા માટે ફરજ પાડી હતી. જોકે સિવિલ તંત્રએ દોષિતો સામે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. 

સિવિલમાં બનેલી ઘટનાથી પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. પરંતુ દુઃખદ વાત એ છે કે સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી હેડ દ્વારા મીડિયા માટે નવું ફરમાન બહાર પાડી દીધું છે. અને કહી દેવામાં આવ્યું છે કે, હવે કોઈપણ મિડિયા કર્મીએ સિવિલ હોસ્પિટલમાં કવરેજ કરવું હશે તો સિવિલ સિક્યોરિટી કર્નલ પાસેથી લેખિતમાં બાહેંધરી લેવી જરૂરી રહશે. ત્યારે હવે ચોક્કસથી લાગી રહ્યું છે કે મીડિયા નો અવાજ દબાવવા માટે રૂપાણી સરકારના અધિકારીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ