બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / milk benefits difference between cow milk and buffalo milk health tips

હેલ્થ / જાણો ગાય અને ભેંસના દૂધમાં શું હોય છે અંતર, તમારા માટે કયું છે સૌથી વધુ ફાયદાકારક?

Arohi

Last Updated: 06:54 PM, 21 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો એ વાતને લઈને કંફ્યુઝ રહે છે કે ગાયનું દૂધ તેમના માટે વધારે ફાયદાકારક હશે કે ભેંસનું દૂધ?

  • ગાયનું દૂધ કે ભેંસનું દૂધ? 
  • કયું દૂધ સ્વાસ્થ્ય માટે હોય છે વધુ ફાયદાકારક 
  • જાણો તેના ફાયદાઓ વિશે 

દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે જે તમારા દાંત અને હાડકાને મજબૂત રાખે છે. ડોક્ટર્સ પણ દૂધને ડેલી ડાયેટમાં શામેલ કરવાની સલાહ આપે છે. પરંતુ મોટાભાગના લોકો આ વાતને લઈને કન્ફ્યુઝ રહે છે કે ગાયનું દૂધ પીવું તેમના માટે વધારે ફાયદાકારક રહશે કે ભેંસનું દૂધ. જાણો ગાય અને ભેંસના દૂધમાં શું અંતર હોય છે. 

વેટ લોસ માટે પીવો ગાયનું દૂધ 
ગાયના દૂધમાં ભેંસના દૂધની સરખામણીએ એછી ફેટ હોય છે. ગાયના દૂધમાં 3-4 ટકા ફેટ હોય છે ત્યાં જ ભેંસના દૂધમાં 7-8 ટકા ફેટની માત્રા હોય છે. ભેંસનુ દૂધ જાડુ હોય છે અને હેવી પણ હોય છે. માટે તેને પચાવવામાં વધારે સમય લાગે છે. જો તમે વેટ લોસ ડાયેટ પર છો અને ફેટથી બચવા માંગો છો તો ગાયનું દૂધ પીવો. તમારા માટે ફાયદાકારક રહેશે. 

ગાયનું દૂધ બોડીને હાઈડ્રેટ રાખે છે. 
ગાયનું દૂધ પીવાથી શરીરમાં પાણીની કમી પૂરી થાય છે. જો તમે ઓછું પાણી પીવો છો તો ગાયનું દૂધ પીવો. ગાયના દૂધમાં 90 ટકા પાણી હોય છે. આ બોડીને હાઈડ્રેટ રાખે છે. 

ભેંસના દૂધમાં પ્રોટીન વધારે હોય છે. 
ભેંસના દૂધમાં ગાયના દૂધની તુલનામાં 10થી 11 ટકા વધારે પ્રોટીન હોય છે. પ્રોટીનના કારણે તે હીટ રેજીસ્ટેન્ટ હોય છે. વૃદ્ધો અને બાળકોને તેને ન પીવાની સલાહ આપવામાં આવે છે. 

કોલેસ્ટ્રોલની માત્રા 
ભેંસ અને ગાયના દૂધમાં કોલેસ્ટ્રોલની માત્રામાં અંતર હોય છે. ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. હાઈપરટેન્શન અને કિડની ડિઝીઝના દર્દીઓ માટે તેને પીવું ફાયદાકારક હોય છે. 

કેલેરી કેટલી હોય છે? 
ભેંસના દૂધમાં પ્રોટીન અને ફેટ વધારે હોય છે. તેમાં કેલેરીની પણ વધારે માત્રા હોય છે. ભેંસના એક કપ દૂધમાં 273 કેલેરી હોય છે. ત્યાં જ ગાયના 1 કપ દૂધમાં 148 કેલેરી હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ