જમ્મૂ-કાશ્મીર /
બડગામ જિલ્લામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
Team VTV07:45 AM, 28 Jun 19
| Updated: 11:32 AM, 28 Jun 19
જમ્મૂ-કાશ્મીરના બડગામ જિલ્લાના કરાલપોરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. જેમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. જો કે બંને તરફથી સતત ફાયરિંગ ચાલુ છે. જો કે હજુ સુધી કેટલા આતંકીઓ છુપાયા છે એ અંગે જાણકારી પ્રાપ્ત થઇ નથી.
Jammu and Kashmir: Exchange of fire between terrorists and security forces at Kralpora area in Budgam district. More details awaited
જમ્મૂ-કશ્મીરના બડગામ જિલ્લામાં અથડામણ ચાલી રહી છે. સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. ભારતીય સેનાના જવાનોએ આતંકવાદીઓને ચારેય તરફથી ઘેરી લીધા છે. જેમાં ભારતીય સેનાને સફળતા મળી છે અને એક આતંકીને ઠાર માર્યો છે.
સેનાએ મળેલી માહીતી બાદ સર્ચ ઓપરેશન હાથ ધરતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જો કે ભારતીય સેનાએ આતંકીઓના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 23 જૂનના રોજ શોપિયામાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. જ્યારે 11 જૂનના રોજ શોપિયામાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા.