બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Men suffering from obesity alert! Make this change from today, otherwise you will be a victim of many diseases!

હેલ્થ અપડેટ / મેદસ્વિતાથી પરેશાન પુરુષો એલર્ટ! આજથી જ લાવો આ બદલાવ, નહીં તો બનશો અનેક બીમારીઓનો ભોગ!

Megha

Last Updated: 04:19 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારું પેટ પણ વધીને ફાંદ બની ગયું છે? મહારાષ્ટ્ર, બિહાર, આસામ અને મેઘાલયમાં આ આંકડો ૨૫ ટકાથી ઓછો છે, જ્યારે ગુજરાત સહિતનાં બાકીનાં રાજ્યમાં ૨૫ ટકાથી વધુ લોકોનું પેટ ફાંદમાં ફેરવાઈ ગયું છે.

  • તમારું પેટ પણ વધીને ફાંદ બની ગયું છે?
  • આ સમસ્યા ફક્ત તમારી નથી એ જાણી લો
  • ફાંદ વધવી એ મેદસ્વિતાની પહેલી નિશાની છે

તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જો તમારું પેટ પણ વધીને ફાંદ બની ગયું હોય તો આ સમસ્યા ફક્ત તમારી જ નથી એ વાત તમે જાણી લો. તમે દેશના એ ૪૦ ટકા લોકોમાં સામેલ છો, જેઓ આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાજ્ય પ્રમાણે જોઈએ તો ઝારખંડમાં વધતી ફાંદની સમસ્યા થોડી ઓછી છે, કારણ કે ત્યાં ૨૦ ટકાથી પણ ઓછી વસ્તી ફાંદવાળી છે. મહારાષ્ટ્ર, બિહાર, આસામ અને મેઘાલયમાં આ વસ્તીનો આંકડો ૨૫ ટકાથી ઓછો છે, જ્યારે ગુજરાત સહિતનાં બાકીનાં રાજ્યમાં ૨૫ ટકાથી વધુ લોકોનું પેટ ફાંદમાં ફેરવાઈ બની ગયું છે. આઇસીએમઆર અને ઇન્ડિયા-બીએ ઓક્ટોબર-૨૦૦૮થી ડિસેમ્બર-૨૦૨૦ સુધીનાં ૧૨ વર્ષ સુધી ૩૧ (૨૮ રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત) રાજ્યના ૧.૧૩ લાખ લોકો પર કરાયેલા અભ્યાસમાં આ હકીકત સામે આવી છે.

યુવાન કે મધ્યમ વયમાં જ પેટનો આકાર બદલાઈ જવો એ પુરુષોમાં સૌથી સામાન્ય પરિવર્તન અને મોટી સમસ્યા છે. આસપાસ નજર ફેરવીને જોશો તો પેટ બહાર આવી ગયું હોય એવા પુરુષોની સંખ્યા વધુ જોવા મળશે. પુરુષો પેટનો ઘેરાવો ઘટાડવા નથી માગતા એવું તો નથી, પરંતુ તેઓ પોતાના પ્રયાસોમાં જલદી સફળ નથી થતા એ હકીકત છે. ફાંદ વધવી એ મેદસ્વિતાની પહેલી નિશાની છે. પુરુષોની ખાસિયત એ કે જેમ લાઇફ સેટ થતી જાય છે તેમ તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થતા જાય છે. 

આ સંદર્ભે મુંબઈની સૈફી અને અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પુરુષોની ફાંદ વધવાનું મુખ્ય કારણ એ છે કે તબીબી વિજ્ઞાન પ્રમાણે સ્ત્રીની હિપ્સમાં અને પુરુષોના પેટ પાસે ફેટ્સ ડિપોઝિટ થાય છે. પુરુષોની ફાંદ વધવાનું કારણ આ એરિયામાં ફેટ્સનું ડિપોઝિશન છે. પુરુષો ડાયટ અને કસરતને ફોલો કરતા નથી અને તેમની લાઇફસ્ટાઇલ પણ આરામદાયક હોય છે. પરિણામે પેટનો ઘેરાવો ઓછો થતાં ખૂબ સમય લાગે છે. પેટની ચરબી વધતાં તેઓ શુગર, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાડકાં સાથે સંકળાયેલી બીમારીમાં જલદી સપડાય છે. પિઝા, પાસ્તા, વડાંપાંઉ, પાંઉભાજી જેવાં જંક ફૂડ અને એમાં મોટા પ્રમાણમાં ચીઝ-બટરની લિજ્જત માણવી આપણો શોખ બની ગયો છે. ફાંદ વધવાનાં કારણોમાં એને ટોપ પર મૂકી શકાય. 

પેટનો ઘેરાવો વધવાનું મુખ્ય કારણ ક્રેવિંગ, રોંગ ટાઇમિંગ અને ફૂડની ક્વોન્ટિટી છે. પેટનો ઘેરાવો ઘટાડવા ખાવાનો સમય અને એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ નક્કી કરો. અઠવાડિયામાં ત્રણ વાર જંક ફૂડ ખાતા હો તો એક વાર ખાઓ. આખો પિઝા ખાવાની જગ્યાએ બે સ્લાઇસ ખાઓ. રાતના વહેલાં જમી લો. જમ્યા પછી ભૂખ લાગે તો મસાલા દૂધ પી શકાય. દાળ-ભાત, શાક-રોટલી જેવી રોજબરોજની રસોઈમાં કાર્બ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે. 

ફાંદ કે ઓવરઓલ વેઇટલોસની વાત આવે ત્યારે કાર્બ્સ ઓછું અને પ્રોટીન તેમજ ફાઇબર વધુ મળે એવો આહાર લેવો જોઈએ. રોટલી અને ભાત બંનેમાં કાર્બ્સ છે. તેથી એક આઇટમ ખાઓ અથવા બંનેનું પ્રમાણ ઘટાડી નાખો. કમ્પ્લિટ મિલ ઉપરાંત સવારના બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ, બાફેલાં ઢોકળાં લઈ શકાય. સાંજના સમયે સેન્ડવિચ મંગાવવા કરતાં સૂકી ભેળ બેસ્ટ ઓપ્શન છે. સવારે ગરમ પાણીમાં લીંબુનો રસ નાખીને પીવું જોઈએ. ડે ટુ ડે લાઇફમાં ફૂડ પેટર્નમાં ચેન્જિસ લાવી વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

આપણે મેદો, ખાંડ અને મીઠું આ ત્રણ વસ્તુની બનાવટના નાસ્તા તરફ વળ્યા છીએ. છાશ પીવાથી પેટનો ઘેરાવો કન્ટ્રોલમાં રાખી શકાય છે તો બજારમાં મળતાં તૈયાર જ્યૂસ પીવાની જરૂર નથી. લેબલ વાંચશો તો ખબર પડશે કે એમાં એડેડ શુગર લખેલું હોય છે. ફાંદ ઘટાડવી હોય તો સૌથી પહેલાં રેડી ટુ ઈટ ફૂડને સાઇડ પર મૂકી દો.. આવા નાસ્તા ઇમર્જન્સી ફૂડ કહેવાય. ફૂડ હેબિટમાં પરિવર્તન લાવવાની સાથે એક્સર્સાઇઝ જરૂરી છે. ફિઝિકલ એક્ટિવિટી વગર બોડીને શેપમાં લાવવું શક્ય જ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ