બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / MC Stan controversy Karni Sena protested

ઈન્દોર / ચાલુ શૉ મૂકીને ભાગ્યો બિગ બોસ વિનર રેપર MC Stan: કરણી સેનાએ કર્યો હતો વિરોધ, જાણો શું છે વિવાદ

Kishor

Last Updated: 05:06 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમસી સ્ટેનને ઈન્દોરમાં એક શો દરમિયાન વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતા કરણી સેનાએ ઈન્દોરમાં રેપરના શોનો મોટા પાયે વિરોધ કરી મારવાની ધમકી આપી હતી.

  • એમસી સ્ટેનને લઈને ચોંકાવનારી વિગતો
  • એમસી સ્ટેનને ઈન્દોરમાં એક શો દરમિયાન વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતા વિરોધ
  • કરણી સેનાએ આપી મારવાની ધમકી 

હાલ બિગ બોસના વિજેતા એમસી સ્ટેનની લોકપ્રિયતા આસમાને જોવા મળી રહી છે. ચાહકોના દિલ પર રેપર એમસી સ્ટેન રીતસરના રાજ કરી રહ્યા છે અને તેઓ બિગ બોસથી સતત શો કરી રહ્યો હોવાથી લોકપ્રિયતા પણ દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિ વચ્ચે એમસી સ્ટેનને લઈને ચોંકાવનારી વિગતો પ્રકસમાં આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે કરણી સેનાએ ઈન્દોરમાં રેપરના શોનો મોટા પાયે વિરોધ કરતા રેપરને આ ઈવેન્ટ અધવચ્ચે છોડીને જવાની નોબત આવી હતી.

જાણવા મળતી વિગત અનુસાર ઈન્દોરના લાસુડિયા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમા આવેલી એક હોટલમાં એમસી સ્ટેનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેપરને વાંધાજનક શબ્દોનો ઉપયોગ ન કરવા સૂચના આપી દેવા છતાં પણ સિંગર-રેપર એમસી સ્ટેનએ મોડી રાત્રે કોન્સર્ટમાં ગીત ગાતી વેળાએ વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરતા કરણી સેનાના આગેવાનોએ વિરોધ નોંધાવી અને સ્ટેજ સુધી પહોંચી ગયા હતા. મહત્વનું છે કે પહેલાથી જ સૂચના આપી દેવા છતાં વાંધાજનક શબ્દનો ઉપયોગ કરતા વિરોધ ઉઠ્યો હતો.

 રેપર એમસી સ્ટેન જ્યા દેખાશે ત્યાં તેને મારવામા આવશે.
લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની જોર્ડન હોટલ  ખાતે આયોજિત કાર્યક્રમમા કરણી સેનાના કાર્યકર દિગ્વિજય સોલંકી કાર્યકરો સાથે મોડી રાત્રે દોડી ગયા હતા અને જ્યા વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ બાદ હોટલમાં મોટા પાયે હંગામો થયો હતો. પરિણામે તાત્કાલિક ત્રણ પોલીસ મથકની ટુકડી દોડી આવી હતી. એટલું જ નહિ કરણી સેનાએ ચીમકી ઉચ્ચારતા એમ પણ કહ્યું હતું કે રેપર એમસી સ્ટેન જ્યા દેખાશે ત્યાં તેને મારવામા આવશે.

કરણી સેનાએ ચેતવણી આપી

કરણી સેનાના કાર્યકર દિગ્વિજય સોલંકીએ અને જિલ્લા અધ્યક્ષ અનુરાગ પ્રતાપ સિંહે કહ્યું કે આમે  સંસ્કૃતિની વિરુદ્ધ કંઈપણ ચલાવી લેશું નહિ! માટે જ આગાઉ ચેતવણી આપી હતી. નોંધનિય છે કે એમસી સ્ટેનનું સાચું નામ અલતાફ શેખ છે. જે પુણેનો રહેવાસી છે અને ખૂબ ગરીબીમાં પોતાનુ બાળપણ ગુજાર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ