બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 09:56 AM, 11 February 2024
ADVERTISEMENT
આ વર્ષે કેટલાક ગ્રહો સમય-સમય પ્રમાણે તેની ચાલમાં પરિવર્તન કરશે. આ વર્ષે કેતુ તેની ચાલ નહીં બદલે. માયાવી કેતુ કન્યા રાશિમાં બિરાજમાન રહેશે. આખા વર્ષ દરમિયાન કેતુ કન્યા રાશિમાં જ બિરાજમાન રહેશે. ગત વર્ષે કેતુએ વક્રી ચાલમાં ગોચર કર્યું હતું. કેતુની આ સ્થિતિ કેટલીક રાશિઓને સકારાત્મક પરિણામ આપી શકે છે. જાણો, કન્યામાં બિરાજમાન કેતુની નજર કઈ રાશિઓ પર રહેશે.
ADVERTISEMENT
કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે કેતુની આ સ્થિતિ ફાયદાકારક માનવામાં આવી રહી છે. આ સમય દરમિયાન કોઈ નવા કાર્યની શરુઆત શુભ સાબિત થશે. ભાઈ-બહેન સાથે સંબંધ સારા થઇ શકે છે. ધન સંબંધી સમસ્યાઓ દુર થઇ શકે છે. પરિવાર સાથે પ્રવાસ પર જવાનું થઇ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
મેષ રાશિ
આ રાશિના જાતકો માટે કેતુની આ ચાલ ફાયદાકારક સાબિત થશે. આર્થીક સ્થિતિ સારી થઇ શકે છે. જીવનસાથી સાથે પ્રેમ સંબંધ સારો રહેશે. પરિવારના લોકો સાથે સારો સમય પસાર થશે.
વાંચવા જેવું: બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે આ 4 તારીખોમાં જન્મેલા લોકો: ગમે તેને તાત્કાલિક કરી લે છે આકર્ષિત
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે કેતુનું ગ્રહ ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. વ્યવસાયમાં સફળતા મળી શકે છે. તમારા રોકાયેલ બધા કામો થવા લાગશે. ધન લાભ થવાની સંભાવનાઓ છે. તમારા અને તમારા માતાના સ્વાસ્થ્યની કાળજી રાખો. તનાવથી દુર રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.