બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 08:34 PM, 9 February 2024
ADVERTISEMENT
જે વ્યક્તિનો જન્મ 2, 11, 20 અને 29 તારીખે થાય તે લોકોનો મૂળાંક બે હોય છે. મૂળાંક 2 ધરાવતા લોકોએ હંમેશા તેમની માતાનું સમ્માન કરવાની સાથે અન્ય લોકોની લાગણીઓનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે વાતના કારણે લોકોને દુ:ખ થાય તેવી વાત ના કરવી જોઈએ. અન્ય લોકોને સમ્માન આપવાથી તમને પણ સમ્માન મળશે.
આ વ્યક્તિ તરફ લોકો આકર્ષિત થાય છે
આ મૂળાંકના લોકો અન્ય લોકોને પોતાની તરફ સફળતાપૂર્વક આકર્ષિત કરે છે. આ વ્યક્તિના હાવભાવ અને વાતચીત એવી હોય છે, લોકોનું ધ્યાન તેના તરફ જ આકર્ષિત થાય છે. આ વ્યક્તિ સેવાભાવી હોય છે. જો કોઈ વ્યક્તિને સેવાની જરૂર હોય તો કોઈ મદદ માંગે તેની રાહ જોતા નથી પણ જાતે જ સેવા કરવા માટે તૈયાર થઈ જાય છે.
ADVERTISEMENT
સૌંદર્યપ્રેમી
મૂળાંક 2 ગ્રહોના રૂપે ચંદ્રમાનું પ્રદર્શન કરે છે. આ અંક ધરાવતા લોકોનો ચહેરો ચંદ્રમા સમાન ગોળ હોય છે અને શરીર સામાન્ય હોય છે. આ વ્યક્તિ સૌંદર્યપ્રેમી હોય છે, જેના કારણે હંમેશા તૈયાર હોય છે. ઘરની સાજ સજ્જા પણ સુંદર રીતે કરે છે. તે વ્યક્તિની આસપાસ રહેતા લોકો પણ સ્વચ્છ રહે તેવું ઈચ્છતા હોય છે.
વધુ વાંચો: બસ હોળી સુધી રાહ જુઓ, પછી શરૂ થઈ જશે ગોલ્ડનટાઈમ: આ રાશિ પર થશે ચંદ્રદેવની કૃપા
સંવેદનશીલ હોય છે
આ વ્યક્તિ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ કારણોસર અન્ય લોકોની વાતો પણ તરત જ દુખી કરી જાય છે અને તેમને ખોટુ લાગે છે. આ વ્યક્તિ બહારથી સખત હોય છે પણ મનથી ખૂબ જ નરમ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.