બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / manohar lal khattar and dushyant chautala takes oath

હરિયાણા / મનોહર લાલ ખટ્ટરે CM અને દુષ્યંત ચૌટાલાએ ડેપ્યુટી સીએમના લીધા શપથ

Krupa

Last Updated: 03:00 PM, 27 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણામાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનેલા મનોહર લાલ ખટ્ટરે દિવાળીના તહેવારે રાજધાની ચંડીગઢમાં શપથ લીધા. એમના સિવાય જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ ડેપ્યુટી સીએમના શપથ લીધા છે.

  • 65 વર્ષીય મનોહર લાલ આજે દિવાળીના પર્વ પર બીજી વખત અને હરિયાણાના 11મી વખત શપથ લીધા
  • જજપા સુપ્રીમો દુષ્યંત ચૌટાલાએ પણ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા
  • શપથ ગ્રહણ સમારોહ ચંડીગઢ  સ્થિત રાજભવનમાં આયોજિત કરવામાં આવ્યો 

હરિયાણામાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનેલા મનોહર લાલ ખટ્ટરે દિવાળીના પર્વ પર રાજધાની ચંડીગઢમાં શપથ લીધા. કરનાલથી ધારાસભ્ય મનોહર લાલ ખટ્ટર એક સમયે સંઘના પ્રચારક રહ્યા છે. 2014માં હરિયાણામાં ભાજપની જીત બાદ પાર્ટીએ અપ્રત્યાશિત તરીકે એમને સીએમ પદ પર બેસાડ્યા હતા. મનોહર લાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલાને રાજ્યપાલ સત્યનારાયણ આર્યને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. 
 

આ પ્રસંગે એક રસપ્રદ ચીજ જોવા મળી. શપથ લેવા માટે જઇ રહેલા દુષ્યંત ચૌટાલાએ મંચ પર મોજૂદ અકાળી દળના મુખિયા અને પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહે બાદલના પગે લાગીને આશીર્વાદ લીધા, એની પર બાદલે એમને ગળા લગાવી દીધા, એ દરમિયાન મંચ પર પૂર્વ સીએમ ભૂપિંદર સિંહ હુડ્ડા અને દુષ્યંતના પિતા અજય ચૌટાલા પણ હાજર હતા. જણાવી દઇએ કે પ્રકાશ સિંહ બાદલ અને દુષ્યંત ચૌટાલામા દાદા ઓમપ્રકાશ ચૌટાલાની ગાઢ દોસ્તી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દુષ્યંતની પાર્ટી જેજેપીને ભાજપની અંદર લાવવામાં પ્રકાશ સિંહ બાદલની ભૂમિકા રહી છે. શપથ ગ્રહણ સમારોહમાં હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર અને ઉત્તરખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ પહોંચ્યા.

2014માં ભાજપને 47 સીટો મળી હતી અને પોતાના દમ પર જ સરકારનું ગઠન કર્યું હતું, પરંતુ આ વખતે 40 ઉપર જ અટકી ગઇ. સૂબામાં બહુમતના આંકડા 46 સીટોનો છે, એવામાં એને બહુમત માટે નિર્દળીય ધારાસભ્યો અથવા જેજપીના સમર્થનની જરૂર હતી. શુક્રવારે ભાજપે અને જેજેપીએ ગઠબંધનની જાહેરાત કરી હતી.

ચૂંટણી પહેલા દુષ્યંતની પાર્ટીએ વિપક્ષીઓએ હળવાશમાં લીધી હતી. પરંતુ થોડા મહિનામાં જ દુષ્યંત દેવીલાલની વિરાસતના વારિસ બનતા નજરે આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે થોડાક સમય પહેલા સુધી હરિયાણાની જે જનનાયક જનતા પાર્ટીને લોકો 'બચ્ચા પાર્ટી' કહેતા હતા, એને દુષ્યંતે એક વર્ષની અંદર જ સત્તાના શીર્ષ સુધી પહોંચાડી દીધી.

ઉલ્લેખનીય છે કે જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ થોડાક વર્ષો પહેલા ઇનોલોથી અલગ થઇને નવા દળનું ગઠન કર્યું હતું. જનનાયક જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં જોરદાર પ્રચાર કર્યો અને 10 સીટો પ્રાપ્ત કરવામાં સફળ રહી. દુષ્યંત ચૌટાલાને સૂબામાં જાટ રાજનીતિના નવા નાયક તરીકે દેખવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં એમના પરદાદા કાકા દેવીલાલ સાથે પણ એમની સરખામણી કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ