બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Manipur's oldest armed group UNLF agrees to renounce violence, signs peace accord

દિલ્હી / ઐતિહાસિક ઉપલબ્ધિ ! મણિપુરના ખતરનાક ઉગ્રવાદી સંગઠને છોડ્યાં હથિયાર, સરકાર સાથે કરી શાંતિ મંત્રણા

Hiralal

Last Updated: 07:33 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર અને મણિપુરના બળવાખોર જૂથ UNLF વચ્ચે શાંતિ કરાર થતાં દેશની એક મોટી આંતરિક સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

  • ભારતની એક મોટી આંતરિક સમસ્યાનો અંત
  • મણિપુરના ખતરનાક ઉગ્રવાદી સંગઠન શાંતિને માર્ગે 
  • હથિયારો છોડીને કેન્દ્ર સાથે કર્યાં શાંતિ મંત્રણા પર હસ્તાંક્ષર 
  • અમિત શાહે કર્યું એલાન 

મણિપુરના યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શાંતિ મંત્રણા પર હસ્તાંક્ષર કરીને યુએનએલએફે હથિયાર હેઠા મૂક્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આ વાતનું એલાન કર્યું હતું. શાહે એક પોસ્ટમાં લખ્યું હતું કે, "એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થયું છે!! પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપવાના મોદી સરકારના અવિરત પ્રયત્નોમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (યુએનએલએફ) એ આજે નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 

UNLF શું છે?
24 નવેમ્બર, 1964ના રોજ અરિબામ સમરેન્દ્ર સિંહના નેતૃત્વ હેઠળ સ્થપાયેલ, યુએનએલએફ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરનું સૌથી જૂનું મૈતેઇ વિદ્રોહી જૂથ છે. 70 અને 80ના દાયકામાં, જૂથે મુખ્યત્વે એકત્રીકરણ અને ભરતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1990માં, તેણે ભારતમાંથી મણિપુરની 'મુક્તિ' માટે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કરવાનું નક્કી કર્યું. એ જ વર્ષે તેણે મણિપુર પીપલ્સ આર્મી (એમપીએ) નામની સશસ્ત્ર પાંખની રચના કરી.
યુએનએલએફ અને તેની સશસ્ત્ર પાંખ, મણિપુર પીપલ્સ આર્મી (એમપીએ) મણિપુરમાં કેટલાક મૈતેઇ ઉગ્રવાદી સંગઠનોમાં સામેલ હતા, જેના પર આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રતિબંધ મૂક્યો હતો. પૂર્વોત્તર રાજ્યમાં ચાલી રહેલી હિંસાના પગલે અનેક મૈતેઇ ઉગ્રવાદી સંગઠનોને "ગેરકાયદેસર" જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે તેમની સરકાર ઇમ્ફાલ ખીણ સ્થિત વિદ્રોહી જૂથ સાથે વાતચીત કરી રહી છે તેના થોડા દિવસો બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે.

મણિપુરમાં 3 મેથી શરુ થઈ હતી વંશિય હિંસા

મણિપુરમાં આ વર્ષે 3 મેથી વંશિય હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે. અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મૈતેઈ સમુદાયની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ'નું આયોજન કરવામાં આવ્યું ત્યારે હિંસા ફાટી નીકળી હતી. રાજ્યમાં જ્યારથી હિંસા ફાટી નીકળી છે ત્યારથી અત્યાર સુધીમાં 1800થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરની કુલ વસતીમાં મૈતેઇ લોકોની સંખ્યા લગભગ 180 ટકા છે અને તેઓ મોટે ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નાગા અને કુકીસ સહિત આદિવાસીઓ તેમની વસતીનો 53 ટકા હિસ્સો ધરાવે છે અને મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ