બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Mahathug Kiran Patel went to Kashmir so many times in just 6 months

ઘટસ્ફોટ / મહાઠગ કિરણ પટેલ માત્ર 6 જ મહિનામાં આટલી વાર ગયો હતો કાશ્મીર, મોટું પદ મેળવવાના હતા અભરખાં

Malay

Last Updated: 11:09 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાઠગ કિરણ પટેલને લઈને અનેક મોટા ખુલાસા થઈ રહ્યા છે. તેણે કાશ્મીરના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. તેણે કાશ્મીરના અધિકારીઓને PMOના અધિકારી તરીકે ઓળખ આપી હતી.

 

  • મહાઠગ કિરણ પટેલ હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં
  • 6 મહિનામાં 4 વખત કાશ્મીર ગયો હતો કિરણ પટેલ
  • મહત્વનું પદ મેળવવા કિરણ પટેલે કર્યો હતો પ્રયાસ

મહાઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલની પૂછપરછ કરી રહી છે. ત્યારે આ મામલે મોટા ખુલાસા થયા છે. મહાઠગ કિરણ પટેલ છેલ્લા 6 મહિનામાં 4 વખત કાશ્મીર ગયો હતો. કિરણ પટેલે અમિત પંડ્યા, જય સીતાપરાની કાશ્મીરના અધિકારીઓ સાથે બેઠક કરાવી હતી. કિરણ પટેલ વર્ષ 2022માં પ્રથમ વખત કાશ્મીર ગયો હતો, જે બાદ તે વર્ષ 2023માં 3 વખત કાશ્મીર ગયો હતો. મહાઠગે ફેબ્રુઆરીમાં 2 વખત અને માર્ચ મહિનામાં એક વખત કાશ્મીરની મુલાકાત લીધી હતી. 

કિરણ પટેલ

એક મહત્વનું પદ મેળવવા કિરણ પટેલ કરી રહ્યો હતો પ્રયાસ
એવું પણ સામે આવ્યું છે કે, આ ઠગે પરિવાર સાથે પણ કાશ્મીરની મુલાકાત લીધી હતી. કિરણ પટેલે કાશ્મીરના અધિકારીઓને PMOના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેણે મહત્વનું પદ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા. 

પૂછપરછમાં થઈ શકે છે મહત્વના વધુ ખુલાસા
હાલ આ ઠગની ગુજરાતના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવાના ષડયંત્ર મામલે પૂછપરછ ચાલી રહી છે.   હજુ પણ પોલીસની પૂછપરછમાં મહત્વના ખુલાસા થઈ શકે છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર સ્થિત ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને લઈને અમદાવાદ પહોંચી છે. કિરણ પટેલની પત્ની માલિની પણ ધરપકડ થઈ ચૂકી છે. કિરણ પટેલ અને પત્ની માલિનીએ બંગલો પચાવવા પ્રયાસ કર્યો હતો. બોગસ ડોક્યુમેન્ટના આધારે બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો જે મામલે ક્રાઈમ બ્રાન્ચમાં થયેલી ફરિયાદને લઈ માલિનીની પણ ધરપકડ કરાઈ હતી. કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં લાવી પૂછપરછ શરૂ કરાઇ છે. નકલી PMO ઓફિસર બનીને કેવા પ્રકારે છેતરપિંડી કરી તે મુદ્દે પણ તપાસ થશે.

મહાઠગને લવાયો અમદાવાદ

જગદીશ ચાવડાના બંગલામાં લગાવી દીધું હતું પોતાનું બોર્ડ
PMOમાં નોકરી કરું છું અને મારી બહુ મોટી ઓળખાણ છે આવું કહી છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલે પૂર્વ મંત્રીના ભાઈને પણ નથી મૂક્યા. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલી નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલા પર કિરણ પટેલે નજર બગાડી હતી. મોટી-મોટી ઓળખાણો આપીને અને મીઠી મીઠી વાતો કરીને જગદીશ ચાવડાનો બંગલો ઝડપી લેવા માટે ષડયંત્ર રચ્યું હતું. જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનના નામે કિરણ પટેલે પોતાનો દાવો મુક્યો હતો. વાસ્તુ કરાવી કિરણ પટેલે બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો હતો. જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાનું બોર્ડ પણ લગાવી દીધું હતું. એટલું જ નહીં બાદમાં કિરણ પટેલ સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો. 

કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ અંગે ક્રાઈમ બ્રાન્ચના DCPનું નિવેદન |  Statement of DCP of Crime Branch regarding the arrest of Kiran Patel's wife Malini  Patel
કિરણ પટેલી પત્ની માલિની

અનેક લોકોને છેતરી ચૂક્યો છે મહાઠગ
આપને જણાવી દઈએ કે, કિરણ પટેલ અત્યાર સુધીમાં ઘણાં લોકોને ચૂનો ચોપડી ચૂક્યો છે. તેની વિરુદ્ધ વડોદરામાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના ડેકોરેશનના ધંધાર્થીઓને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ