બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / સુરત / Locals rushed to Pandesara area of Surat after hearing the crying of a 3-year old girl

સુરત / ત્રણ વર્ષની બાળકીના રડવાનો અવાજ, જોયું તો નિર્વસ્ત્ર હાલતમાં હતી, પાંડેસરામાં અઘટિત બનાવ લોકોએ આ રીતે અટકાવ્યો

Kishor

Last Updated: 05:55 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પાંડેસરા વિસ્તારમાં 3 વર્ષની બાળકીનો રડવાનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી ગયા હતાં.જ્યા દરવાજો ખોલતા પરપ્રાંતીય શખ્સના ઘરમાંથી નિર્વસ્ત્ર અને હેબતાઈ ગયેલી હાલતમાં બાળકી મળી આવી હતી.

  • સુરતમાં ત્રણ વર્ષની બાળકી સાથે અઘટિત ઘટના બનતા સ્હેજમાં ટળી
  • સ્થાનિકોએ યુવકને દુષ્કૃત્ય કરતા અટકાવ્યો
  • પોલીસે યુવકની કરી અટકાયત

સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે અઘટિત ઘટના બનતા સ્હેજમાં ટળી હતી. નજીકના લોકોએ સતર્કતા દાખવી બાળકીને ઉગારી લીધી હતી. પાંડેસરા વિસ્તારમાં બાળકીના રડવાનો અવાજ સાંભળી લોકો એકત્ર થયા હતા અને યુવકના ઘરનો દરવાજો ખોલતા બાળકી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી હતી. આ દ્રશ્ય જોઈ સ્થાનિક લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે દોડી જઇ સમગ્ર મામલે યુવકની અટકાયત કરી છે. વધુમાં બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યા મેડિકલ સહિતની તપાસ હાથ ધરાઈ છે.


ત્રણ વર્ષની બાળકી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી
સુરતમાં બાળકી સાથે અઘટિત ઘટના બનતા અટકી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળતી વિગત અનુસાર પાંડેસરાના વડોદગામ ખાતે આવેલ રણછોડનગરમાં માસૂમ ત્રણ વર્ષની બાળકી પાડોશીના મકાનમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી હતી. માસૂમ બાળકીના રડવાનો અવાજ સાંભળી આડોશ-પાડોશના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા.જ્યાં બાદમાં પાડોશમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની અરવિંદ નિશાદના ઘરનો દરવાજો ખખડાવતા ત્રણ વર્ષની બાળકી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી હતી.જે જોઈ પાડોશીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જેથી ઘટનાની જાણ પોલીસને કરી હતી.આથી પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.


ભાગ આપવાનું કરી આરોપી બાળકીને ઘરમાં લઈ ગયો
પોલીસે સૌ પ્રથમ અરવિંદ નિશાદ નામના શખ્સને અટકાયતમાં લઇ પુછપરછ હાથ ધરી હતી.જ્યારે માસૂમ બાળાને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી.પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી દ્વારા બાળકી જોડે એવું કોઈ દુષ્કૃત્ય કર્યું ન હોવાની કબૂલાત કરવામાં આવી છે. છતાં પોલીસ આ મામલે ઊંડાણપૂવકની તપાસ કરી રહી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અરવિંદ નિશાદ મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને છેલ્લા 10 વર્ષથી પાંડેસરાના રણછોડ નગર ખાતે રહી મજૂરી કામ કરે છે. આરોપી બાળકીને ભૂંગરા અપાવવાનું કહી પોતાના રૂમમાં લઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ