બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / LG anil baijal now government in delhi as centre notifies amended gnct act

રાજકારણ / દિલ્હીમાં હવે LGની સરકાર, કેન્દ્રએ જારી કર્યુ નવા કાયદાનું નોટિફિકેશન, કોરોનાની વચ્ચે શું કેજરીવાલની ચિંતામાં વધારો?

Dharmishtha

Last Updated: 10:38 AM, 28 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં હવે એલજીની મંજૂરી વગર કાર્યકારી કોઈ પગલા નહીં ઉઠાવી શકે.

  • દિલ્હીમાં સરકારનો મતલબ ઉપરાજ્યપાલ હશે
  • એલજીની મંજૂરી વગર કાર્યકારી કોઈ પગલા નહીં ઉઠાવી શકે
  • દિલ્હીના સીએમે આને લોકશાહી માટે ખુબ દુઃખદ દિવસ ગણાવ્યો હતો

દિલ્હીમાં સરકારનો મતલબ ઉપરાજ્યપાલ હશે

કેન્દ્રમાં મોદી સરકારે દિલ્હીના ઉપરાજ્યપાલની તાકાત વધારી દીધી છે. હવે દિલ્હીમાં સરકારનો મતલબ ઉપરાજ્યપાલ હશે. કેમ કે એલજીની મંજૂરી વગર કાર્યકારી કોઈ પગલા નહીં ઉઠાવી શકે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્ર(સંશોધન) કાયદો 2021 એટલે કે  GNCT Actને મંજૂરી આપ્યા બાદ આને લઈને અધિસૂચના જારી કરી છે. આ અધિસૂચના મુજબ દિલ્હીમાં  રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્ર(સંશોધન) કાયદો 2021 એપ્રિલથી અમલમાં આવ્યો છે.

એલજીની મંજૂરી વગર કાર્યકારી કોઈ પગલા નહીં ઉઠાવી શકે

અધિસૂચનામાં કહેવામાં આવ્યુ છે કે  રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીની સરકાર (સંશોધન) અધિનિયમ 2021, 27 એપ્રિલથી અધિસૂચિત કરવામાં આવે છે. હવે દિલ્હીમાં સરકારનો અર્થ ઉપરાજ્યપાલ છે.  જે મુજબ દિલ્હી વિધાનસભામાં પસાર ખરડાના પરિપ્રેક્ષ્યમાં સરકારનો હેતુ  રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીના ઉપરાજ્યપાલથી રહેશે અને શહેરની સરકારને કોઈ પણ કાર્યકારી પગલાની પહેલા ઉપરાજ્યપાલની સલાહ લેવી પડશે. લોકસભામાં આ કાયદાને 22 માર્ચ અને રાજ્યસભામાં 24 માર્ચે પસાર કરવામાં આવ્યો હતો. મનાઈ રહ્યુ છે કે આ કાયદાથી કેજરીવાલ સરકારનું ટેન્શન હજું વધશે આ તરફ કેજરીવાલે પોતે ઈશારો કર્યો છે.

દિલ્હીના સીએમે આને લોકશાહી માટે ખુબ દુઃખદ દિવસ ગણાવ્યો હતો

જ્યારે આ ખરડાને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે દિલ્હીના સીએમે આને લોકશાહી માટે ખુબ દુઃખદ દિવસ ગણાવ્યો હતો. ત્યારે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યુ હતુ કે આ સંશોધનનો હેતુ મૂળ ખરડામાં જે અસ્પષ્ટતા છે જેને દૂર કરવાનો છે જેથી અલગ અલગ કોર્ટમાં કાયદાને પડકારી ન શકાય. સુપ્રીમ કોર્ટે 2018માં એક આદેશના હવાલો પણ આપ્યો હતો. જેમાં કહેવા આવ્યુ છે કે ઉપરાજ્યપાલને તમામ નિર્ણયો, પ્રસ્તાવો અને એજન્ડાની જાણકારી આપવાની રહેશે. જો ઉપરાજ્યપાલ અને મંત્રીપરિષધની વચ્ચે કોઈ મામલા પર વિચારોમાં ભિન્નતા છે તો ઉપરાજ્યપાલ તે મામલાને રાષ્ટ્રપતિની પાસે મોકલી શકે છે.  રેડ્ડીએ કહ્યુ હતુ કે આ ખરડાને કોઈ રાજનીતિક દ્રષ્ટિકોણથી નથી લાવવામાં આવ્યો અને સંપૂર્ણ રીતે ટેક્નીકલ આધાર પર લાવવામાં આવ્યો છે.

કેમ જરુર પડી

સૂત્રોનું કહેવુ છે કે વર્ષ 2019ની શરુઆતમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સ્થિતિ સ્પષ્ટ કરવાની જરુર પડી છે.  એટલા માટે આ સંશોધન દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલની વચ્ચે શક્તિઓ અને અધિકારો માટે થતી અથડામણને ઓછી કરવા માટે કરવામાં આવ્યા છે.

જાણો શું છે ફેરફાર

કાયદામાં કરવામાં આવેલા સંશોધન અનુસાર હવે સરકારને ઉપરાજ્યપાલની પાસે ખરડાનો મુસદ્દો ઓછામાં ઓછા 15 દિવસ પહેલા અને પ્રશાસનિક પ્રસ્તાવ ઓછામાં ઓછા 7 દિવસ પહેલા મોકલવાના રહેશે. દિલ્હીના કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના કારણે ઉપરાજ્યપાલ અનેક શક્તિઓ મળી છે. દિલ્હી અને કેન્દ્રમાં અલગ અલગ સરકાર હોવાના કારણે ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકારની વચ્ચે અધિકારોને લઈને તણાવ ચાલતો રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ