બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Leopard threat is being seen in 3 areas of Rajkot. In 3 areas of the city, there is an atmosphere of concern among the people who see leopards.

ભયનો માહોલ / રાજકોટવાસીઓ ચેતજો! આ વિસ્તારોમાં દીપડાની દહેશત: રાત્રે એકલા નીકળવું નહીં, વાડી કે ખુલ્લા પટમાં સૂવું નહીં...

Dinesh

Last Updated: 10:43 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: વનવિભાગે દીપડાને પકડવા 2 જગ્યાએ પાંજરા મૂક્યા છે, વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકમાં ભયનો માહોલ ઉભો થયો છે

  • રાજકોટના શહેરી વિસ્તારમાં દીપડાનો ભય 
  • વનવિભાગની દીપડાને પકડવા કવાયત 
  • શહેરના 3 વિસ્તારમાં દેખાયો હતો દીપડો


રાજકોટના 3 વિસ્તારમાં દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. શહેરના 3 વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. વનવિભાગે દીપડાને પકડવા  2 જગ્યાએ પાંજરા મૂક્યા છે. વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકમાં ભયનો માહોલ ઉભો થયો છે.  

Leopard flapping in Rajkot! For the last 10 days, the forest department has been on the run, fearing that the city is being...

એકલા બહાર ન નીકળવાની સલાહ
વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સલાહ આપી છે, તેમજ નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવા પણ વનવિભાગે લોકોને સૂચના આપી છે. છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારમાં દિપડો જોવા મળતા લોકમાં ભયનો માહોલ છવાયો છે. 

વનવિભાગ કૂવા કાંઠા બાંધવામાં વ્યસ્ત અને આદમખોર દીપડાના હૂમલાએ ગીરની પ્રજા  ત્રસ્ત | man eater leopard attacks in Sutrapada of Gir Somnath

કણકોટ વિસ્તારમાં દીપડો દેખાયો હતો
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાયા હતો. કણકોટ પાસે સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે સઘન મહેનત હાથ ધરી છે. છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજી પણ દીપડો દેખાયો હતો 
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી હતી. જો કે, તે સમય શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. જો કે, તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ