બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Leadership change in Congress in Gujarat, will change of face gain public trust?

મહામંથન / ગુજરાતમાં કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન, શું ચહેરા બદલવાથી જનતાનો વિશ્વાસ મળશે?

Vishal Khamar

Last Updated: 10:45 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા 2024 ની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ બાદ શક્તિ સિંહ ગોહિલની નિમણૂંકથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકશાન તે આવનારા સમયમાં જ ખબર પડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નામોશીભર્યા પરાજય બાદ ગુજરાત કોંગ્રેસના નેતૃત્વમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે. કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટ વેચી હોવાનો પર્દાફાશ અને ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ પદે શક્તિસિંહ ગોહિલની જાહેરાતએ દર્શાવે છે કે કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ રહ્યા છે.. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસમાં રાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ ધરાવતા શક્તિસિંહને અનેક પડકારોનો સામનો કરવો પડશે. પહેલું તો ગુજરાતની જનતામાં ગુમાવેલો વિશ્વાસ પાછો જીતવો મુશ્કેલ જરૂર છે. ત્યારે કોંગ્રેસ નેતૃત્વ પરિવર્તનથી જનતાનો વિશ્વાસ જીતી શકશે ખરી. શું ગુજરાત કોંગ્રેસનો હાથ મજબૂત થશે.

  • હાલ રાજ્યસભાના સાંસદ
  • AICCના રાષ્ટ્રીય પ્રવક્તા
  • 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ રહ્યા
  • ભાવનગર દક્ષિણ બેઠક 1990,1995 અને 2007ની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા
  • 2014માં અબડાસા બેઠક પર પેટાચૂંટણીમાંમાં જીત મેળવી ધારાસભ્ય બન્યા
  • 1991 થી 1995 દરમિયાન સરકારના વિવિધ વિભાગ સંભાળ્યા
  • નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા વિભાગના મંત્રી તરીકે રહ્યા
  • 2007થી 2012 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા

શક્તિસિંહ ગોહિલની રાજકીય કારકિર્દી
શક્તિસિંહ ગોહિલની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો, હાલ તેઓ રાજ્યસભાના સાંસદની સાથે સાથે તેઓ AICCના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.  1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ રહ્યા છે.  ભાવનગર દક્ષિણ બેઠક 1990,1995 અને 2007ની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેઓ 2014માં અબડાસા બેઠક પર પેટાચૂંટણીમાં જીત મેળવી ધારાસભ્ય બન્યા. 1991 થી 1995 દરમિયાન સરકારના વિવિધ વિભાગ સંભાળ્યા છે. નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા વિભાગના મંત્રી તરીકે રહ્યા છે. તેમજ  2007થી 2012 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યા છે.  

શક્તિસિંહ ગોહિલની પસંદગી કેમ?

  • પક્ષ તરફથી રજૂઆત કરનાર ધારદાર વક્તા
  • સંગઠન ઉપર સારી પકડ
  • કાર્યકરો માટે સન્માનનીય વ્યક્તિ
  • હાઈકમાન્ડના વિશ્વાસુ
  • કોંગ્રેસની સરકારમાં મંત્રી અને વિપક્ષના નેતા રહી ચુક્યા છે
  • 2 વખત મંત્રી રહ્યા
  • 2 રાજ્યોના પ્રભારી રહ્યા
  • સફળ રણનીતિકાર તરીકેની છબી
  • રાજકારણમાં 3 દાયકાથી વધુ અનુભવ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ