બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / laxman sivaramakrishnan slams salman khan out fit in yentamma song

મનોરંજન / સલમાન ખાન ફરી વિવાદોમાં: ડાન્સ જોઈને પૂર્વ ક્રિકેટર બરાબરનો ભડક્યો, કહ્યું ભાઈ આ અમારા કલ્ચરનું અપમાન છે

Megha

Last Updated: 11:14 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવરામક્રિષ્નને સલમાન ખાનના નવા ગીત પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેને સાઉથ ઇંડિયન કલ્ચરનું અપમાન કર્યું છે.

  • કિસી કા ભાઈ કિસી કી જાન' ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે
  • સલમાન ગીતમાં સાઉથ ઈન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ ધોતી પહેરીને ડાન્સ કરી રહ્યો છે
  • ગીતમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રામચરણ પણ જોવા મળ્યો 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિન બોલર લક્ષ્મણ શિવરામકૃષ્ણને બોલિવૂડના દબંગ સલમાન ખાન પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. જણાવી દઈએ કે શિવરામક્રિષ્નને સલમાન ખાનના નવા ગીત પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેને સાઉથ ઇંડિયન કલ્ચરનું અપમાન કર્યું છે. સલમાન ખાનની નવી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મનું ગીત હાલમાં જ રિલીઝ થયું છે, જેની ખૂબ જ ચર્ચા પણ થઈ રહી છે. સલમાનના આ ગીતના 'યંતમા' માં તે સાઉથ ઈન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ ધોતી પહેરીને ડાન્સ કરી રહ્યો છે.

જો કે શિવરામક્રિષ્નનને સલમાનના આ ગીતના બોલમાં સમસ્યા છે. આ વિશે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ પર લખ્યું, 'આ ગીતમાં સાઉથ ઇંડિયન કલ્ચરનું અપમાન કરવામાં આવ્યું છે. ગીતમાં અભિનેતા જે લુંગી નહીં ધોતી સાથે ડાન્સ કરી રહ્યો છે, જે ક્લાસિક આઉટફિટ છે, તેને ગીતમાં ખોટી રીતે બતાવવામાં આવી રહ્યો છે.'

જણાવી દઈએ કે સલમાન ખાનના આ ગીતમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રામચરણ પણ જોવા મળી રહ્યા છે. શિવરામકૃષ્ણનની નારાજગી પર સલમાન ખાન કે ફિલ્મ નિર્માતા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

લક્ષ્મણ શિવરામક્રિષ્નને ભારત માટે 9 ટેસ્ટ અને 16 ODI રમી હતી અને 17 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ ઉજ્જવળ નહોતી. ટેસ્ટ ક્રિકેટમાં તેણે ભારત માટે 26 વિકેટ લીધી હતી અને ODI ફોર્મેટમાં 15 વિકેટ લીધી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, શિવરામક્રિષ્નને તેની બીજી ઇનિંગ્સની કોમેન્ટ્રી શરૂ કરી હતી અને તેણે અંગ્રેજી કોમેન્ટ્રીમાં ભારત માટે ઘણું નામ કમાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ