બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / kurukshetra private bus full with 90 bihar migrant laborers overturned in kurukshtera

અકસ્માત / કુરુક્ષેત્રમાં 90 મજૂરોને બિહાર લઈ જઈ રહેલી ખાનગી બસ પલટી, નશામાં ધૂત ડ્રાઈવર ફરાર

Dharmishtha

Last Updated: 09:50 AM, 7 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિલ્લાના લાડવા સબ-ડિવિઝનના બડશામી ગામમાં 90 મુસાફરોથી ભરેલી યમુનાનગરથી મુઝફ્ફરપુર (બિહાર) જતી ખાનગી ડબલ-ડેકર બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 35 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકને લાડવા કમ્યુનિટિ સેન્ટરમાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પરંતુ 24 ઘાયલોને કુરુક્ષેત્રની સરકારી હોસ્પિટલમાં રિફર કરાયા છે.

  • પેસેન્જર આરોપ - એક સીટ પર 4 લોકો બેઠા છે
  • બસમાં 90 લોકો સવાર હતા
  •  ડ્રાઇવર દારૂના નશામાં હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો

મુસાફરો કહે છે કે દારૂના નશામાં ચાલક બસ પલટી ખાઇ જતા તે નાસી છૂટ્યો હતો. ત્યારે બસમાં મહિલા પેસેન્જરએ જણાવ્યું કે બસ ચાલક ખૂબ જ ઝડપથી વાહન ચલાવતો હતો. ડ્રાઇવર દારૂના નશામાં હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

પેસેન્જર આરોપ - એક સીટ પર 4 લોકો બેઠા છે

મહિલા મુસાફરે કહ્યું કે કોવિડ -19 ની માર્ગદર્શિકા મુજબ એક સીટ પર માત્ર એક જ મુસાફર બેસાડાય છે. પરંતુ એક બેઠક પર ચાર લોકો બેઠા હતા. બસમાં 90 થી વધુ મુસાફરો હતા. લાડવાની સરકારી હોસ્પિટલમાં ઘાયલ મહિલા સુશીલા દેવીએ જણાવ્યું કે તે આ બસ પર પટિયાલાથી અંબાલા, અંબાલાથી યમુનાનગર અને યમુનાનગરથી ગોરખપુર તરફ પોતાના પતિ સાથે જઈ રહી હતી.

બસમાં 90 લોકો સવાર હતા

બસ પલટી ગયા પછી આસ પાસમાં હોબાળો મચી ગયો. બસ સવારની ચીસો સાંભળીને બડશામીના ગામના લોકો રાહત અને બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. ગ્રામજનોએ લોકોને બસમાંથી બહાર કાઢ્યા. ત્યાકે કેટલાક લોકો ખુદ બસમાંથી બહાર આવ્યા. યમુના નગરથી બિહાર જતી બસ ચાલક નિયમોને નેવે મુક્યા હતા. સરકારે બસમાં 30 મુસાફરોને લઇ જવાની છૂટ આપી હતી. જ્યારે પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે બસમાં 90 થી વધુ મુસાફરો હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ