બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / know the box office collection of kgf 2

રેકોર્ડ બ્રેક / દુનિયાભરમાં KGF 2નું વાવાઝોડું, બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો કર્યો પાર, બની વિશ્વની બીજી આવી ફિલ્મ

Khevna

Last Updated: 05:57 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KGF 2એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. વર્લ્ડ વાઈડ આ ફિલ્મે 500 કરોડનો આંકડો પાર કર્યો છે.

  • બોક્સ ઓફિસ પર KGF 2એ મચાવી ધમાલ 
  • વર્લ્ડવાઈડ કમાણીમાં 500 કરોડનો આંકડો પાર 
  • RRRનાં રોકોર્ડ તોડશે એવું અનુમાન 

 

સાઉથ સુપર સ્ટાર યશની ફિલ્મ KGF 2 રિલીઝ બાદથી જ ધમાલ મચાવી રહી છે. ફિલ્મની કમાણી જે ગતિએ વધી રહી છે કે એવા અનુમાનો લગાવાઈ રહ્યા છે કે KGFની આંધીમાં RRR પણ ઉડી જશે. RRRએ થોડા દિવસો પહેલા જ 1000 કરોડની કમાણી પૂરી કરી છે અને હજુ પણ ફિલ્મની કમાણી અટકવાનું નામ જ નથી લઇ રહી. પરંતુ ત્યાર બાદ રિલીઝ થયેલ ફિલ્મ KGFની કમાણી તો ચોંકાવનારી છે. આ ફિલ્મએ 4 દિવસમાં જ દુનિયાભરમાં 500 કરોડથી વધારેની કમાણી કરી છે. 

4 દિવસમાં અદ્ભુત કમાણી 
ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને ફિલ્મની કમાણીનાં હાલના જ આંકડા શેર કર્યા છે, જે ચોંકાવનાર છે. મનોબાલાનાં ટ્વીટ અનુસાર, KGFએ 4 દિવસમાં લગભગ 552 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મેં પહેલા જ દિવસે 165.37 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 139.25 કરોડનું કલેક્શન કર્યું હતું, ત્રીજા દિવસે કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ફિલ્મે 115.08 કરોડની કમાણી કરી. જ્યારે દુનિયાભરમાં આ ફિલ્મએ ચોથા દિવસે એટલે કે રવિવારે 132.13 કરોડની કમાણી કરી છે. એટલે કે આ ફિલ્મનું કલેક્શન 4 દિવસમાં 551.83 કરોડ થાય છે. 

વર્લ્ડવાઈડ કમાણીમાં 500 કરોડનો આંકડો પર 

જણાવી દઈએ કે મનોબાલાએ ફિલ્મની હજુ એક સિદ્ધિ વિષે વાત કરી છે. તેમણે કહ્યું છે કે આ ફિલ્મએ ગ્લોબલ બોક્સ ઓફિસ પર હાલના સમયમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ પહેલા માત્ર એક ફિલ્મ છે જેનું નામ છે ફેન્ટાસ્ટિક બીસ્ટસ. 

એક અઠવાડિયાની અંદર જ જોરદાર કમાણી 
ભારતમાં પણ આ ફિલ્મેં ધમાલ મચાવી છે. ફિલ્મનાં હિંદી વર્ઝને 3 દિવસમાં 144 કરોડની કમાણી કરી છે. જ્યારે ફિલ્મેં રવિવારે લગભગ 52 કરોડનું કલેક્શન કર્યું છે. આમ KGF 2નાં હિંદી વર્ઝને પણ શાનદાર કમાણી કરી છે અને 4 દિવસમાં લગભગ 200 કરોડની કમાણી કરી લીધી છે. જો આ જ પ્રકારે આ ફિલ્મ કમાણી કરતી રહેશે, તો એ દિવસ દૂર નથી જ્યારે ફિલ્મ RRRની કમાણીના રેકોર્ડ તોડી દે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ