બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / know difference between Hanuman jayanti and Hanuman Janmotsav 2023

Hanuman Janmotsav 2023 / હનુમાન જન્મોત્સવને હનુમાન જયંતી કહેવાની ભૂલ ન કરતાં, જાણી લો બે શબ્દો વચ્ચે શું છે અંતર

Arohi

Last Updated: 01:05 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Jayanti and Janmotsav 2023: ભગવાન હનુમાનના ભક્તો તેમના જન્મોત્સવની રાહ જોતા હોય છે. આ વખતે 6 એપ્રિલ ગુરૂવારે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. પરંતુ ઘણા લોકો તેને હનુમાન જયંતી કહેવાની ભૂલ કરે છે.

  • 6 એપ્રિલે છે હનુમાન જન્મોત્સવ 
  • હનુમાન જયંતિ અને જન્મોત્સવમાં છે ફેર 
  • જાણો બન્નેમાં શું છે તફાવત 

પવનપુત્ર હનુમાનનો જન્મોત્સવ આ વર્ષે ચૈત્ર પૂર્ણિમાએ આવશે. તેના ઉપરાંત કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ પણ હનુમાન જન્મોત્વ ઉજવવામાં આવે છે. હાલ 6 એપ્રિલ 2023 ગુરૂવારે ચૈત્ર પૂર્ણિમા ઉજવવામાં આવશે. આ દિવસે બજરંગબલીના ભક્તો ધૂમધામથી તેમના જન્મદિવસની ઉજવણી કરશે.

લોકો અત્યારથી ઈન્ટરનેટ પર હનુમાન જયંતી અને હનુમાન જન્મોત્સવ સર્ચ કરી રહ્યા છે. સામાન્ય રીતે લોકો આ દિવસને હનુમાન જયંતી કહી રહ્યા છે. જ્યારે આમ કહેવું ખોટુ છે. તેના માટે યોગ્ય શબ્દ છે હનુમાન જન્મોત્સવ. 

મોટુ અંતર છે હનુમાન જયંતી અને જન્મોત્સવમાં 
જયંતી અને જન્મોત્સવ શબ્દ એક જ નથી. અમુક લોકો જયંતી અને જન્મોત્સવ શબ્દનો તફાવત નથી જાણતા અને તે હનુમાનજીના પ્રગટ દિવસને જયંતી કહી રહ્યા છે. જ્યારે આમ કહેવું યોગ્ય નથી. આ કારણે જ લોકો કન્ફ્યુઝનમાં છે કે હનુમાન જયંતી કહેવામાં આવે કે હનુમાન જન્મોત્સવ. 

હકીકતે જયંતી અને જન્મોત્સવ શબ્દ જન્મદિવસ ઉજવવા માટે કહેવામાં આવે છે. પરંતુ જયંતીનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કહેવામાં આવે છે દે સંસારમાં જીવિત નથી અને જે દિવસે તેમનો જન્મ થયો હતો તે દિવસે તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે. ત્યારે તેને જયંતી કહેવામાં આવે છે. 

હનુમાનને પ્રાપ્ત છે અમર હોવાનું વરદાન 
ત્યાં જ ભગવાન હનુમાનને તો કળયુગમાં સંસારના જીતિત અથવા જાગૃત દેવતા માનવામાં આવે છે. ધર્મ-શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનને પ્રભુ રામે અમર થવાનું વરદાન આપ્યો હતું. 

ત્યારથી જ હનુમાનજીને ગંઘમાદન પર્વત પર નિવાસ કર્યો છે અને તેજ સ્થાન પર કળયુગમાં ધર્મના રક્ષકના રૂપમાં હનુમાનજી નિવાસ કરે છે. માટે હનુમાનજીના જન્મદિવસની તિથિને જયંતી નહીં પરંતુ જન્મોત્સવ કહેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ