બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kharif crop cultivation in Gujarat increased to 87 percent

તાત આનંદો.! / ખેડૂતો અને વેપારીઓ માટે ખૂબ જ કામની માહિતી, રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર વધી 87 ટકા થયું, જુઓ કયા પાકનું કેટલું

Kishor

Last Updated: 04:17 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં વધારા સામે રાજ્યમાં મગફળીના વાવેતરમાં ઘટાડો અને કપાસના પાકના વાવેતરમાં વધારો નોંધાયો છે.

  • રાજ્યમાં ખરીફ વાવેતરમાં થયો વધારો 
  • રાજ્યમાં ખરીફ વાવેતર 87 ટકા થયું 
  • ગત વર્ષ કરતા 4 લાખ હેક્ટર વધુ ખરીફ વાવેતર થયું

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે અને મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ચાલુ સિઝનમાં મેઘરાજાના મંડાણા જ સારા થયા બાદ અવિરત વરસાદ વર્ષી રહ્યો છે જેના પરિણામે ખેડૂતોએ પણ ગેલમાં આવીને કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે. રાજ્યમાં લગભગ 80 ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે. હાલ આવકારદાયક વરસાદને લઈને રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં વધારો નોંધાયો હોવાનું સબંધિત વિભાગ દ્વારા સત્તાવાર રિતે જાહેર થવા પામ્યું છે. હાલ રાજ્યમાં 87 ટકા ખરીફ પાકનું વાવેતર થયુ છે.



મગફળીનું વાવેતર ઘટ્યું

ચોમાસાની સિઝન દરમિયાન ગત વર્ષ કરતા 4 લાખ હેક્ટર જમીનમાં વાવેતરનો વધારો થયો છે. બીજી બાજુ મગફળીના વાવેતરમાં ઘટાડો થયો હોવાનું પણ આંકડા પરથી ફલિત થાય છે. ગતવર્ષે 16.72 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું. જ્યારે તે ઘટીને ચાલુ વર્ષે 16.21 લાખ હેક્ટર જ નોંધાયું છે. બીજી બાજુ કપાસના વાવેતરમાં વધારો નોંધાયો છે. જેના આંકડા પર નજર કરીએ તો ગત વર્ષે કપાસનું 25.04 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે. જેમાં વધારો નોંધાયા બાદ ચાલુ વર્ષે 26.64 લાખ હોક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર નોંધાયું છે.

6.22 લાખ હેક્ટર ખરીફ પાકનાં વાવેતર સાથે કચ્છ રાજ્યમાં અવ્વલ નંબરે | Gujarat  Chapter 6.22 lakh hectares with kharif crops first in Kutch state
કઠોળ પ્રત્યે ખેડૂતોની નિરસતા

તે જ રીતે ડાંગરનું 7.09 લાખ હેક્ટર વિસ્તારમાં 84 ટકા વાવેતર થયું છે. જ્યારે બાજરીનું 1.81 લાખ હોક્ટર વિસ્તારમાં 102 ટકા વાવેતર, મકાઈનું 2.79 લાખ હેક્ટર વિસ્તારમાં 96 ટકા વાવેતર થયું છે. વધુમાં ચાલુ વર્ષે ખેડૂતોએ કઠોળના પાક પ્રત્યે નીરસતા દાખવતા ગત વર્ષે ૩.૩૩ લાખ હેક્ટર વિસ્તાર કઠોળનું વાવેતર થયું જે ચાલુ વર્ષે 3.18 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ