kedarnath yatra stop due to bad weather devotees linep up for darshan
BIG NEWS /
રુદ્રના ધામમાં મોસમનું રૌદ્ર રૂપ: કેદારનાથ યાત્રા પર પર લાગી બ્રેક, હજારો યાત્રિકો પરેશાન
Team VTV05:17 PM, 23 May 22
| Updated: 05:41 PM, 23 May 22
હવામાન વિભાગની ભવિષ્યવાણી બાદ કેદારનાથ ધામ સહિત સંપૂર્ણ રુદ્રપ્રયાગમાં સવારેથી જ વરસાદ ચાલુ છે. જ્યાં કેદારનાથ ધામમાં વરસાદની વચ્ચે તીર્થયાત્રી ભગવાન ભોલેના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે.
કેદારનાથ ધામ તીર્થયાત્રીઓ ફસાયા
ભારે વરસાદના કારણે રુદ્રપ્રયાગમાં લોકો ફસાયા
હવામાન સાફ થયા બાદ મુસાફરોને રવાના કરાશે
હવામાન વિભાગની ભવિષ્યવાણી બાદ કેદારનાથ ધામ સહિત સંપૂર્ણ રુદ્રપ્રયાગમાં સવારેથી જ વરસાદ ચાલુ છે. જ્યાં કેદારનાથ ધામમાં વરસાદની વચ્ચે તીર્થયાત્રી ભગવાન ભોલેના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. તો વળી જિલ્લા પ્રશાસને રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ સુધી મુસાફરોની રોકી રાખ્યા છે.ગૌરીકુંડમાં મુસાફરો પર બ્રેક લગાવી દેવામાં આવી છે. ત્યારે આવા સમયે તીર્થયાત્રીઓ ઠેકઠેકાણે ફસાયેલા છે. હવામાન સાફ ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓને કેદારનાથ ધામ સુધી મોકલવામાં આવશે નહીં. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદની એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી હતી કે, રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ થઈ શકે છે. કેદારનાથમાં વરસાદ બાદ ઠંડી પણ વધશે.
After the orange alert & incessant rain since morning, we have stopped devotees on foot & have been urging them to return to their hotels... do not hike to the temple for now & stay safe: Pramod Kumar, CO Rudraprayag pic.twitter.com/0UGe3YITCG
ઠંડી અને વરસાદની વચ્ચે કેદારનાથના દર્શન કરવા માટે લોકો લાઈનોમાં લાગેલા છે. આજે સવારે પાંચ વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો છે. જેને લઈને શ્રદ્ધાળુઓને રોકી રાખવામા આવ્યા છે. તીર્થયાત્રીને ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, અગસ્ત્યમુનિ તથા રુદ્રપ્રયાગમાં રોકી રાખવામાં આવ્યા છે. હવે મૌસમ સાફ થતા તેમને કેદારનાથ બાજૂ મોકલવામાં આવશે. સતત થઈ રહેલા વરસાદના કારણે પોલીસ પ્રશાસને મુસાફરોને સુરક્ષિત જગ્યાએ રોકી રાખ્યા છે. હવામાન ખરાબ હોવાના કારણે કેટલાય સેવાઓ બંધ પડી છે. કેદારઘાટીમાં વરસાદના કારણે ધુમ્મસ છવાયેલો છે.
અનેક સેવાઓ બંધ પડી
વિઝિબિલિટી ન હોવાના કારણે સેવાઓનું સંચાલન બંધ પડ્યું છે. આ ઉપરાંત વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં રાહત મળી છે. તો વળી કેદારનાથ ધામ પર તેની ખરાબ અસર જોવા મળી રહી છે. ગૌરીકુંડથી રુદ્રપ્રયાગ સુધી 8થી 10 હજાર મુસાફરો ફસાયેલા છે. પોલીસે જણાવ્યું છે કે, હવામાન વિભાગે એલર્ટ આપ્યા બાદ જિલ્લમાં સવારે વરસાદ થયો છે. કેદારનાથ જતાં તીર્થયાત્રીઓને સુરક્ષિત જગ્યા પર રોકી રાખવામાં આવ્યા છે. વરસાદના કારણે આ યાત્રા પર બ્રેક લાગ્યો છે. હવામાન સાફ થયા બાદ જ તીર્થયાત્રીઓને કેદારનાથ તરફ જવા દેવામા આવશે. ગુપ્તકાશી અને રુદ્રપ્રયાગ વચ્ચે પાંચ હજાર જેટલા શ્રદ્ધાળુઓને રોકી રાખવામાં આવ્યા છે.