કર્ણાટકની કોલેજમાં બુરખો પહેરવાને લઈને થઈ રહેલી બબાલની વચ્ચે મંગળવારે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે કહ્યું કે, અમે કારણો અને કાયદા મુજબ ચાલીશું. કોઈના જોશ અને ભાવનાઓથી નહીં.
કર્ણાટકની કોલેજમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ
મામલો વકરતા હાઈકોર્ટ સુધી પહોંચ્યો
કોર્ટે કડક વલણ અપનાવતા કાયદા મુજબ કામ કરવાની વાત કહી
કર્ણાટકની કોલેજમાં બુરખો પહેરવાને લઈને થઈ રહેલી બબાલની વચ્ચે મંગળવારે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે કહ્યું કે, અમે કારણો અને કાયદા મુજબ ચાલીશું. કોઈના જોશ અને ભાવનાઓથી નહીં. જે સંવિધાન કહેશે, તે અમે કરીશું. અમારા માટે સંવિધાન જ ભગવદ ગીતા છે. તો વળી દલીલ કરતા એડવોકેટ જનરલે કર્ણાટક હાઈકોર્ટને કહ્યું કે, યુનિફોર્મ નક્કી કરવાનું કામ કોલેજનું છે. જે વિદ્યાર્થીઓ તેમાં છૂટછાટ ઈચ્છે છે, તો કોલેજ ડેવલપમેંટ કમિટીમાં જઈ શકે છે.
કોલેજનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો
કોલેજ કેમ્પસમાં બુરખો અને ભગવા રંગની શાલ પહેરવાના મામલે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કર્ણાટકના ઉડ્ડપીના એમજીએમ કોલેજમાં વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બુરખો પહેરવાને લઈને બબાલ થઈ હતી. બુરખો પહેરનારી વિદ્યાર્થિનીઓ જ્યારે કોલેજ પહોંચી તો, તેમને ક્લાસમાં એન્ટ્રી આપવામા આવી નહોતી. વિવાદ થતાં જોઈને કોલેજ આગામી આદેશ સુધી તેને બૈન કરી દીધું હતું.
કોર્ટે કહ્યું- અમે સંવિધાન મુજબ ચાલીશું, કોઈના જોશમાં કે ભાવનામા આવીને નહીં ચાલીએ
આ સુનાવણી દરમિયાન જસ્ટિસ કૃષ્ણા દિક્ષિતે કહ્યું કે, અમે કારણોથી ચાલીશું. કાયદાથી ચાલીશું. કોઈના જોશ કે ભાવનાઓથી નહીં. જે સંવિધાન કહેશે, તે જ કરીશું. સંવિધાન અમારા માટે ભગવદ ગીતા છે. મેં સંવિધાન અંતર્ગત ચાલવાના શપથ લીધા છે. ભાવનાઓમાં આવીને નહીં. અમે આ બધું દરરોજ થતું જોઈ શકીએ નહીં.
અન્ય કોલેજમાં પણ વિવાદ
આ તમામની વચ્ચે કુંદાપુરમાં આવેલી એક પ્રાઈવેટ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ પણ અરજી દાખલ કરી ને આવા જ પ્રકારની મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે. ભંડારકર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની બે વિદ્યાર્થીઓએ અરજીમાં કોલેજ પ્રિન્સિપાલ, મેંગલોર કોલેજના રજિસ્ટ્રા અને કુન્દાપુરના ધારાસભ્ય હલદય શ્રીનિવાસને પ્રતિવાદી બનાવ્યા છે.
ધારાસભ્યના કહેવા પર કોલેજમાં પ્રતિબંધ
અરજીમાં વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે, કોલેજના ધારાસભ્યના કહેવા પર બુરખા સાથે કેમ્પસમાં એન્ટ્રી પર રોક લગાવી દીધા છે. આ અરજી સુહા મૌલાના અને એશા અલીફા નામની વિદ્યાર્થિનીઓ દાખલ કરી છે. જે બીબીએ કોર્સની વિદ્યાર્થિની છે.
આ વિદ્યાર્થિનીઓએ કહ્યું હતું કે, તેમણે જ્યારે કોલેજમાં એમડમિશન લીધું ત્યારે હિજાબને લઈને કોઈ વિવાદ નહોતો. તેમણે દાવો કર્યો હતો કે, પ્રિન્સિપાલે ત્રણ ફેબ્રુઆરીએ અચાનક બુરખા પર એવું કહેતા રોક લગાવી દીધી કે, સરકારે ક્લાસની અંદર બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.