બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Karan Johar wants to make a love triangle film with Ranveer-Deepika-Ranbir! Explained himself

મનોરંજન / રણવીર-દીપિકા-રણબીર સાથે લવ ટ્રાયંગલ ફિલ્મ બનાવવા માંગે છે કરણ જોહર! પોતે જ કર્યો ખુલાસો

Megha

Last Updated: 02:29 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણ જોહરે તેના શો દરમિયાન ખૂબ જ આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર સાથે એક લવ ટ્રાયંગલ ફિલ્મની રિમેક બનાવવા માંગે છે.

  • કરણ જોહરનો શો કોફી વિથ કરણ સીઝન 8 હાલ ચર્ચાનો વિષય બન્યું 
  • રણવીર દીપિકા અને રણબીરના લવ ટ્રાયંગલ પર બનાવશે ફિલ્મ!
  • ડોલા રે ડોલા પર રણવીર સિંહ રણબીર કપૂર સાથે ડાન્સ કરવા માંગે છે 

કરણ જોહર તેના લેટેસ્ટ શો કોફી વિથ કરણ સીઝન 8ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ શોનો પહેલો એપિસોડ બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આવ્યા હતા. જેમાં પ્રેક્ષકોને પ્રેમ, રોમાન્સ, મસ્તી અને ડાન્સનો સ્વાદ જોવા મળ્યો હતો. જોકે, આ શો દરમિયાન કરણ જોહરે રણવીર, દીપિકા અને રણબીર કપૂરના રી-યુનિયનની પણ જાહેરાત કરી છે.

કરણ જોહરના પ્રખ્યાત અને લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો 'કોફી વિથ કરણ'ની નવી સીઝન આવી ગઈ છે, મહત્વનું છે કે ભૂતકાળમાં ઘણી સફળ સિઝન પછી, હવે તેણે આ સિઝનના પહેલા જ એપિસોડથી ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. કારણ કે, આમાં દીપિકા-રણવીરના લગ્નનો વિડીયો તેમના લગ્નના પાંચ વર્ષ બાદ ચલાવવામાં આવ્યો હતો. આ સિવાય કરણે શો દરમિયાન એવી વાત કહી કે કોઈ પણ તેના વિશે વાત કર્યા વિના રહી શકશે નહીં.

કરણ જોહરે તેના શો દરમિયાન ખૂબ જ આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર સાથે એક લવ ટ્રાયંગલ ફિલ્મની રિમેક બનાવવા માંગે છે. કોફી વિથ કરણ 8ના પહેલા જ એપિસોડમાં અભિનેતાએ આ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. રણવીર સિંહે આપેલી પ્રતિક્રિયા ખરેખર આશ્ચર્યજનક હતી.

રણવીર દીપિકા અને રણબીરના લવ ટ્રાયંગલ પર બનશે ફિલ્મ!
કોફી વિથ કરણના પહેલા એપિસોડમાં કરણે રણવીરને એક પ્રશ્ન પૂછ્યો હતો કે જો રણવીર અને દીપિકાના લવ ટ્રાયંગલ પર ફિલ્મ બને છે તો તમે કયા અભિનેતાને કાસ્ટ કરવા માંગો છો. જેના જવાબમાં રણવીર સિંહે તરત જ રણબીર કપૂરનું નામ લીધું હતું. જેના જવાબમાં કરણ જોહરે કહ્યું, હું હજુ પણ સંગમ બનાવી શકું છું. મને કહો કે તમે સહી કરો છો? દીપિકાએ જવાબ આપ્યો, ચોક્કસ. નોંધનીય છે કે સંગમ ફિલ્મ 1964માં રિલીઝ થઈ હતી, જેમાં રાજ કપૂર, વૈજયંતિ માલા અને રાજેન્દ્ર કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું દિગ્દર્શન ખુદ રાજ કપૂરે કર્યું હતું, જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 

ડોલા રે ડોલા પર રણવીર રણબીર સાથે ડાન્સ કરશે
તાજેતરમાં કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રણવીર સિંહની કથક સિક્વન્સે દર્શકોના દિલ જીતી લીધા હતા. જેમાં રણવીર ડોલા રે ડોલા ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, કોફી વિથ કરણના રેપિડ ફાયર રાઉન્ડમાં, કરણે રણવીરને પૂછ્યું કે તે ડોલા રે ડોલાની સિક્વલમાં કયા અભિનેતા સાથે ડાન્સ કરવા માંગે છે. જેના જવાબમાં રણવીરે ફરી એકવાર રણબીર કપૂરનું નામ લઈને બધાને ચોંકાવી દીધા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ