બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / jnu roll back hostel fee students protest

JNU / સ્ટૂડન્ટ્સના વિરોધ પ્રદર્શન આગળ ઝુકી સરકાર, ફી વધારામાં કર્યો ઘટાડો

Mehul

Last Updated: 06:33 PM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જવાહર લાલ નેહરુ યૂનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શને સરકારને ઝુકવા પર મજબૂર કરી. મોદી સરકારે અંતે વધારવામાં આવેલી હોસ્ટેલ ફી રિવાઇઝ કરી દીધી છે. જે આશિંક રૂપે પ્રસ્તાવિત ફી સ્ટ્રક્ચરથી ઓછી છે. સાથે જ ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવા માટે એક યોજના પ્રસ્તાવિત કરવામાં આવી છે. એચઆરડી મિનિસ્ટ્રી તેની જાણકારી ટ્વિટ કરીને આપી.

  • JNUના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન આગળ ઝુકી સરકાર
  • મોદી સરકારે અંતે વધારવામાં આવેલી હોસ્ટેલ ફી રિવાઇઝ કરી
  • એચઆરડી મિનિસ્ટ્રી ટ્વિટ કરીને આપી જાણકારી

જેએનયૂ તંત્રે હોસ્ટેલના રૂમના ભાડામાં ભારે વધારો કર્યો હતો. પહેલા જ્યાં સિંગલ સીટર હોસ્ટેલના રુમનું ભાડુ 20 રૂપિયા હતું. તેને જેએનયૂ તંત્રે વધારીને 600 રૂપિયા કર્યું હતું. જ્યારે ડબલ સીટર રૂમનું ભાડુ 10 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યું હતું. જે પહેલાની અપેક્ષાએ ઘણુ વધારે હતું. આ ઉપરાંત જેએનયૂ તંત્રે અન્ય કેટલાક વધારો કર્યો હતો. 

હોસ્ટેલમાં પહેલા વિદ્યાર્થીઓને ક્યારે સર્વિસ ચાર્જ અથવા યૂટિલિટી ચાર્જિસ જેમકે, પાણી અને વીજળીના પૈસા નહોતા આપવા પડતા હતા. જેએનયૂ તંત્ર દ્વારા તેમા વધારો કરવામાં આવ્યો હતો. યૂટિલિટી ચાર્જિસ, એટલે કે ઉપયોગ અનુસાર બિલની જોગવાઇ કરવામાં આવી હતી. જે હેઠળ સ્ટૂડન્ટ્સે ઉપયોગના હિસાબે તેનો ખર્ચ કરવો પડતો હતો. જ્યારે સર્વિસ ચાર્જિસ તરીકે આઇએચએ કમિટીએ 1700 રૂપિયા મહીને ફી ઉમેરી હતી. પ્રતિ મહીને આટલી રકમ દરેક વિદ્યાર્થીને આપવી પડતી હતી. આ ઉપરાંત તંત્રે વન ટાઇમ મેસ સિક્યોરિટી જે પહેલા 5500 રૂપિયા હતી. તેમાં પણ 200 ટકાનો વધારો કરીને 12000 રૂપિયા કરી દીધી હતી. 

 

ત્યારે તેને લઇને વિદ્યાર્થીઓ લાંબા સમયથી પ્રદર્શન કરી રહ્યા હતા. જેએનયૂ વિદ્યાર્થી સંઘે બુધવારે યોજાવા જઇ રહેલી એક્ઝિક્યૂટીવ કાઉન્સિલની બેઠક પહેલા બેઠક સ્થળ બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. જ્યારે એબીવીપીએ પણ બુધવારે યૂજીસી કાર્યાલય બહાર પ્રદર્શન કર્યું હતું. ફી વૃદ્ધિના આ આખા મામલામાં દેશભરના સંસ્થાઓના વિદ્યાર્થી સંગઠન એકજુટ બની જેએનયૂના સપોર્ટમાં આવી ગયા હતા. જેએનયૂ મામલાને લઇને સોશિયલ મીડિયામાં પણ લોકોએ ફી વૃદ્ધિને ખોટી ઠેરાવી હતી. 

આ છે રિવાઇઝ્ડ ફી સ્ટ્રક્ચર઼

JNU EC મીટીંગ આમ થયો ફીમાં આંશિક રોલબેક

  • રુમ ભાડુ (સિંગલ) - 200 રૂપિયા કરવામાં આવ્યું, જે પહેલા 20 રૂપિયા હતો તેને વધારીને 600 રૂપિયા કરવાનો પ્રસ્તાવ હતો.
  • રૂમ ભાડુ (ડબલ) - 100 રૂપિયા કરવામાં આવ્યો જે પહેલા 10 રૂપિયા હતો અને તેને વધારીને 300 રૂપિયા કરવાનો પ્રસ્તાવ હતો.
  • વન ટાઇમ મેસ સિક્યોરિટી - 5,500 રૂપિયા કરવામાં આવી જે પહેલા 5500 રૂપિયા જ હતી, તેને વધારીને 12,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ હતો. 
  • સર્વિસ ચાર્જિસ, એઝ પર એક્યુઅલ રહેશે
  • યૂટિલિટી ચાર્જિસ : 1700 રૂપિયા થશે, જે પહેલા નહોતા લેવામાં આવતા હતા અને 1700 રૂપિયા પ્રસ્તાવિત હતા. 

જેએનયૂની આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, ઇડબલ્યૂએસ એટલે કે નિમ્ન આવક વર્ગ પરિવારોથી આવતા વિદ્યાર્થીઓને અલગથી મદદ મળશે. મહત્વનું છે કે, રિવાઇઝ્ડ ફી સ્ટ્રક્ચરને લઇને જેએનયૂ વિદ્યાર્થી સંઘે કહ્યું છે કે આ વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ