બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Jharkhand CM Soren announced that trible and dalits will get pension from the age of 50

લાભ / 60 નહીં 50ની ઉંમરથી જ પેન્શન મળવાનું શરૂ થઈ જશે! રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

Vaidehi

Last Updated: 06:02 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડ સરકારે એક ખાસ વર્ગનાં લોકો માટે પેન્શનની ઉંમર 60થી ઘટાડીને 50 વર્ષ કરી દીધી છે. આ નિર્ણય આર્થિક રીતે નબળાં વર્ગને સમર્થન આપવા માટે લેવામાં આવ્યો છે.

  • ઝારખંડ સરકારે પેન્શન લાભાર્થીઓ માટે લીધો નિર્ણય
  • પેન્શનની ઉંમર 60 વર્ષથી ઘટાડીને 50 કરી
  • આર્થિક રીતે નબળાં વર્ગનાં લોકોને મળશે આ લાભ

ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેને શુક્રવારે ઘોષણા કરી કે રાજ્યનાં આદિવાસી અને દલિત 50ની ઉંમરની સાથે જ પેન્શનનાં હકદાર બનશે. રાજ્યમાં ઝારખંડ મુક્તિ મોર્ચા સરકારનાં ચાર વર્ષ પૂર્ણ થવા પર રાંચીનાં મોરહાબાદી મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં CM સોરેન દ્વારા આ ઘોષણા કરવામાં આવી હતી.

જનસંબોધન દરમિયાન કરી ઘોષણા
CM સોરેને કહ્યું કે, "સરકારે આદિવાસીઓ અને દલિતોને 50ની ઉંમર થાય ત્યારે જ પેન્શનનો લાભ પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. તેમનામાં મૃત્યુદર ઘણો વધારે છે અને 60ની ઉંમર બાદ તેમને નોકરીઓ પણ નથી મળતી. આ નિર્ણય ખાસ કરીને રાજ્યનાં નબળાં આદિવાસી સમૂહો માટે લાભકારી સાબિત થશે. "  આ સિવાય સોરેને દાવો કર્યો કે વર્ષ 2000માં ઝારખંડ રાજ્ય બન્યા બાદથી 20 વર્ષોમાં માત્ર 16 લાખ લોકોને પેન્શનનો લાભ મળ્યો છે પણ તેમની સરકારે લાભાર્થીઓની સંખ્યા વધારી દીધી છે અને હવે આ લાભ 36 લાખ લોકોને મળે છે.

વાંચવા જેવું: નવા વર્ષના શુભારંભે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જુઓ ક્યાં કેટલો સસ્તો થયો

36 લાખ લોકોને મળે છે પેન્શન
તેમણે કહ્યું કે," અમારી સરકારે 4 વર્ષોમાં 60 વર્ષથી વધારેની ઉંમરનાં 36 લાખ લોકોને પેન્શન પ્રદાન કર્યું છે. તેમાં 18 વર્ષથી વધારેની ઉંમરની વિધવાઓ અને શારીરિક રીતે અસક્ષમ લોકો પણ સામેલ છે. " સોરેને ભારપૂર્વક જણાવ્યું કે તેમની સરકાર જનકલ્યાણ માટે વધુને વધુ કાર્ય કરી રહી છે અને ઘણી યોજનાઓ એવી છે કે જેને પહેલીવખત લાગૂ કરવામાં આવી રહ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ