બ્રેકિંગ ન્યુઝ
VTV / Jan Dhan Account Holder Will Get 3k Rupees Pension Every Month Under This Government Scheme
Hiralal
Last Updated: 08:09 PM, 6 October 2022
ADVERTISEMENT
જો તમે પણ જનધન ખાતું ખોલાવ્યું છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. જનધન ખાતાધારકોને દર મહિને પૂરા 3000 રૂપિયા મળશે. કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે જનધન ખાતું હોવું જરૂરી છે. આ ખાતામાં પણ ખાતાધારકોને સરકારી યોજનાનો લાભ મળે છે. જે અંતર્ગત જનતાના ખાતામાં સીધા જ પૈસા જમા કરાવવામાં આવે છે.
યોજના પર એક નજર
>> 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.
>> આ સ્કીમના પૈસા 60 વર્ષની ઉંમરે મળે છે.
>> તેમાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.
>> અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ યોજનાનો લાભ મળે છે.
>> જો તમારી માસિક આવક 15000 રૂપિયાથી ઓછી છે, તો તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો.
ADVERTISEMENT
આવા લોકોને મળશે ફાયદો
શેરી વિક્રેતાઓ, મધ્યાહન ભોજન કામદારો, હેડ લોડર, ઈંટ ભઠ્ઠાના કામદારો, મોચીઓ, કચરો વીણનારા, ઘરના કામદારો, ધોબી, રિક્ષાચાલકો, જમીન વિહોણા મજૂરો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ અને આ સાથે જ તમારે બચત ખાતાની વિગતો પણ જમા કરાવવી પડશે.
ઉંમર પ્રમાણે નજીવો ફાળો આપવો પડે છે
આ સ્કીમ હેઠળ તમારે અલગ અલગ ઉંમર પ્રમાણે દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો ફાળો આપવો પડશે. જો તમે 18 વર્ષની ઉંમરમાં આ સ્કીમમાં જોડાશો તો તમારે દર મહિને 55 રૂપિયા આપવા પડશે. ૩૦ વર્ષની વયના લોકોએ ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે અને તે ૪૦ વર્ષના લોકોએ ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે તમારા સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ અથવા જનધન એકાઉન્ટના આઇએફએસ કોડની જરૂર પડશે. આ સિવાય તમારી પાસે આધાર કાર્ડ અને માન્ય મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.